Allu Arjun, Pushpa: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેમની અપકમિંગ ફિલ્મ 'પુષ્પા 2'ને લઈ ચર્ચામાં છે. સમય-સમય પર એક્ટરની ફિલ્મના પોસ્ટર રિલીઝ થઈ રહ્યા છે, જે લોકોમાં એક્સાઈટમેન્ટ વધારી રહ્યા છે. આ વચ્ચે હવે અલ્લુ અર્જુન એક્ટર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. જોકે, આ વખતે અભિનેતા તેમની ફિલ્મ માટે નહીં પરંતુ અન્ય કારણોસર ચર્ચામાં છે. ખરેખર, અલ્લુ અર્જુન કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગયા છે.
ADVERTISEMENT
અલ્લુ અર્જુને કર્યું નિયમોનું ઉલ્લંઘન
ગઈકાલે એટલે કે શનિવાર 11 મેના રોજ અલ્લુ અર્જુન વિરુદ્ધ તેમના મિત્ર અને YSRCP ધારાસભ્ય શિલ્પા રવિના ઘરે જવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. આવી સ્થિતિમાં પરવાનગી વિના કોઈને ભીડ એકઠી કરવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે ધારાસભ્ય શિલ્પા રવિ આ વખતે પણ ચૂંટણી મેદાનમાં છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ચૂંટણી જીતી શકે છે.
શિલ્લાએ આપ્યું હતું આમંત્રણ
તમને જણાવી દઈએ કે, 13 મેના રોજ રાજ્યમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે એક સાથે મતદાન થશે. આવી સ્થિતિમાં અભિનેતા અલ્લુ અર્જુન તેમના મિત્રને સપોર્ટ કરવા માટે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ધારાસભ્યના ઘરે ગયા, પરંતુ અલ્લુ અર્જુન શિલ્પા રવિના ઘરે જવાના છે, તેની કોઈને જાણકારી નહોતી, પરંતુ અધિકારીઓનું માનીએ તો શિલ્પાનેઆ જાણકારી હતી કે આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે અને છતાં પણ તેમને અલ્લુ અર્જુનને પોતાના ઘરે આવવા માટે ઈનવાઈટ કર્યા.
અભિનેતાને જોવા ઉમટી પડી ભીડ
આ દરમિયાન અલ્લુ અર્જુનને જોવા માટે ભીડ ઉમટી પડી અને ફેન્સે 'પુષ્પા, પુષ્પા'ના નારા પણ લગાવ્યા. એટલું જ નહીં અલ્લુ અર્જુન અને તેમની પત્ની સ્નેહા રેડ્ડીએ ધારાસભ્યના ઘરની બાલ્કનીમાંથી ફેન્સનું અભિવાદન પણ કર્યું. આ દરમિયાન સ્થળ પર ભારે ભીડ જોવા મળી હતી, જેના વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. હવે પોલીસે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
હું મારા મિત્રને મળવા આવ્યો છુંઃ અલ્લુ અર્જુન
તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાત કરતા અભિનેતાએ કહ્યું કે હું મારા મિત્રને મળવા આવ્યો છું અને તે મારી ઈચ્છા હતી. મારા મિત્રો જ્યાં પણ છે, તેમને મારી જરૂર પડશે તો હું તેમને મળવા જઈશ, પરંતુ તેનો અર્થ એ નથી કે મેં કોઈ પાર્ટીને સપોર્ટ કર્યો છે.
ADVERTISEMENT