VIDEO : 'મિર્ઝાપર 3'નું ટીઝર લોન્ચ, સિંહ બનીને પરત ફર્યા 'કાલીન ભૈયા', આ તારીખે સીરીઝ થશે લોન્ચ

'મિર્ઝાપુર' ફ્રેન્ચાઇજીની આગામી સીરીઝ 'મિર્ઝાપુર સીઝન 3'ના ફેન્સનો રાહ પૂર્ણ થઈ. રિલીઝ ડેટની સાથે આ સીઝનનું જબરદસ્ત ટીઝર પણ રિલીઝ થયું છે.

Mirzapur 3 Release Date & Teaser

મિર્ઝાપુર 3 સીઝન

follow google news

Mirzapur 3 Release Date & Teaser : OTT પર સૌની ફેવરિટ સીરીઝમાંની એક 'મિર્ઝાપુર' ફ્રેન્ચાઇઝીની આગામી સીરીઝ 'મિર્ઝાપુર સીઝન 3'ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટી ખુશખબર છે. 'મિર્ઝાપુર સીઝન 3'ને લઈને સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો કે સીરીઝ ક્યારે આવશે? ફાઈનલી તેની ત્રીજી સીઝનના પ્રીમિયરની તારીખની જાહેરાત પ્રાઇમ વીડિયોએ કરી દીધી છે અને તેની સાથે જોરદાર ટીઝર પણ લોન્ચ કરી દેવાયું છે. OTT પર આ ફેવરેટ શો 'મિર્ઝાપુર સીઝન 3'ના પ્રીમિયર આગામી મહિને 5 જુલાઈએ થવા જઈ રહ્યું છે અને ટીઝર જોઈને લોકોનું એક્સાઇટમેન્ટ અલગ લેવલ પર જોવા મળી રહ્યું છે.

'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝનના પ્રીમિયરની તારીખની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તારીખની સાથો સાથ શાનદાર અને ધમાકેદાર ટીઝરે દર્શકોના દિલ અને દિમાગમાં ફરી એકવાર છવાયું છે.

'જબ લકડબગ્ધા લડખડાને લગે તો સમજો ઘાયલ શેર લોટ આયા હે'

આ ટીઝરની શરૂઆત જંગલમાં સિંહોની ઝલકથી થાય છે અને બેકગ્રાઉન્ટમાં બાઉજી કુલભૂષણ ખરબંદાનો અવાજ સંભળાઈ રહ્યો છે. તેઓ ત્રીજી સીઝનનો પરિચય કંઈક આવી રીતે આપી રહ્યા છે, 'એક બલવાન નર ઓર એક ચૂસ્ત માદા જબ શિકાર પર જાતે હે તો ઉસસે જંગલ અક્સર દહલ જાતા હે. પર જંગલકી જંગ મેં શેરો કા સામના સવા શેરો સે હોતા હે ઓર જંગલી બિલ્લિયાં ચાલાક લોમડિયો કા રાસ્તા કાટ દેતી હે. તુફાની ચીતે બડી રફતાર સે ઘાત તો લગાતે હે પર બેરહમ શેરની કે નુકીલે પંજો સે માત ખા જાતે હે. જબ ખરગોશ છટપટાને લગે, લકડબગ્ધા લડખડાને લગે, ગીદડ ભભકિયાને લગે ઓર ઘડિયાલ આંસૂ બહાને લગે તો સમજો ઘાયલ શેર લોટ આયા હે.'

5 જુલાઈએ આ સીરીઝનું થશે પ્રીમિયર

એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યૂસ અને ક્રિએટ કરાયેલી આ ક્રાઇમ-થ્રિલર સીરીઝને દર્શકોએ ખુબ પસંદ કરી છે, જેના ડાયરેક્ટર ગુરમીત સિંહ અને આનંદ અય્યર છે. આ સીરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પેન્યુલી, હર્ષિતા શેખર ગૌડ, રાજેશ તૈલંગ, શીબા ચડ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચડ્ઢા સહિત અનેક શાનદાર કલાકારોએ મહત્વના પાત્ર ભજવ્યા છે. 10 એપિસોડની આ સીરીઝનું પ્રીમિયર 5 જુલાઈએ ભારત અને દુનિયાભરમાં થવા જઈ રહ્યું છે.

    follow whatsapp