Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024માં બોલિવૂડ સ્ટાર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓ પોતાનું તમામ કામ છોડી મતદાન કરવા પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન અને કિયારા અડવાણી સહિત ઘણા સેલેબ્સે મતદાન કર્યું. જોકે, કેટલાક સેલેબ્સ એવા પણ હતા, જેઓ પોલિંગ બૂથ પર દેખાયા જ નહીં, આ સાત સેલેબ્સના નામ અહીં જુઓ.
ADVERTISEMENT
કેટરીના કૈફ
કેટરીના કૈફ હાલ લંડનમાં છે, પરંતુ જો તે ભારતમાં હોત તો પણ તે બ્રિટિશ નાગરિક હોવાને કારણે મતદાન કરી શકી ન હોત. ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ, તે પ્રેગ્નેન્ટ છે અને લંડનમાં તેના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
વિકી કૌશલ
વિકી પણ કેટરીના સાથે લંડનમાં છે. સોમવારે તેનો અને કેટરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં બંને લંડનમાં સાથે ફરતા જોવા મળ્યા હતા.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા હાલમાં ઇટાલીમાં છે અને હોલીવુડ સ્ટાર એની હેથવે, ચાઈનીઝ-અમેરિકન અભિનેતા લિયુ યીફેઇ અને હોંગકોંગ-તાઇવાનના સ્ટાર શુ ક્વિ સાથે Bvlgari Aeterna ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે.
આલિયા ભટ્ટ
રણબીર કપૂર સોમવારે પોલિંગ બૂથની બહાર જોવા મળ્યો હતો, પરંતુ તેની પત્ની આલિયા તેની સાથે જોવા મળી નહોતી. કારણ કે આલિયા બ્રિટિશ નાગરિક છે અને તેને મત આપવાનો અધિકાર નથી.
અભિષેક બચ્ચન
સોમવારે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એકસાથે પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચન એકલા મતદાન કરવા આવી હતી. અભિષેક ક્યાંય દેખાતો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મુંબઈમાં જ હતો, જોકે, અમે આ વાતની પુષ્ટિ નથી કરી રહ્યા.
જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ ગઈ છે, જો તે ભારતમાં રહેતી હોત તો પણ તે શ્રીલંકાની નાગરિક હોવાને કારણે વોટ આપી શકી ન હોત.
અનુષ્કા શર્મા
અનુષ્કા જ્યારથી તેના પુત્ર અકાય કોહલીને જન્મ આપ્યો ત્યારથી તે પાપારાઝીથી દૂર છે. અનુષ્કા છેલ્લે બેંગલુરુમાં મેચ દરમિયાન જોવા મળી હતી. તે તેના પતિ વિરાટ કોહલીને ચીયર કરવા પહોંચી હતી.
ADVERTISEMENT