પૂજારી બનવા ઘરેથી ભાગ્યા હતા કૈલાશ ખેર, સ્ટેશન પર ગુજાર્યા દિવસો...પછી આ રીતે બન્યા સિંગર

Kailash Kher: કૈલાશ ખેરે હિન્દી ફિલ્મોમાં 'અલ્લાહ કે બંદે','તેરી દીવાની','ચાંદ સિફારિશ' જેવા રોમેન્ટિક ગીતો આપ્યા છે.

 Kailash Kher

પૂજારીથી સિંગર બનવા સુધીની સફર

follow google news

Kailash Kher: કૈલાશ ખેરે હિન્દી ફિલ્મોમાં 'અલ્લાહ કે બંદે','તેરી દીવાની','ચાંદ સિફારિશ' જેવા રોમેન્ટિક ગીતો આપ્યા છે. આ ગીતોથી તે લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે કૈલાશ ખેર ક્યારેય સિંગર બનવા માંગતા નહોતા. તેઓ પૂજારી બનવા માટે નાની ઉંમરે ઘર છોડીને ચાલ્યા હતા. 

14 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગયા

કૈલાશ ખેરના પિતા લોકગાયક હતા. તેથી નાનપણથી જ તેમણે સંગતને પોતાના ઘરમાં જ સાંભળ્યું છે. હકીકતમાં કૈલાશ ખેર 14 વર્ષની ઉંમરે જ પૂજારી બનવા માટે ઘરેથી ભાગીને ઋષિકેશ પહોંચી ગયા હતા અને પૂજારીની શિક્ષા મેળવવા માટે પરમાર્થ નિકેતન આશ્રમમાં ગયા હતા, પરંતુ થોડા સમયમાં તેમને ખબર પડી ગઈ કે આ બધું તેમના માટે નથી. 

આપાઘાતનો કર્યો હતો પ્રયાસ!

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, આ તમામ પ્રક્રિયાથી એક દિવસ તેઓ એટલા કંટાળી ગયા કે તેમણે ગંગા નદીમાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદનસીબે તેઓ બચી ગયા હતા. 

મુંબઈમાં સ્ટેશન પર દિવસો પસાર કર્યા

જ્યારે તેમને પોતાની કલાની કદર થઈ ત્યારે તેઓ સીધા મુંબઈ પહોંચ્યા હતા અને સંગીત જગતમાં કિસ્મત અજમાવી હતી. તેમણે ઘણા દિવસો સુધી મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર દિવસો પસાર કર્યા હતા. આ દરમિયાન એક દિવસ એક મિત્રએ ગીત ગાવા માટે તેમનું નામ સંગીતકાર રામ સંપતને આપ્યું હતું. જેઓ તે સમયે નવા સિંગરને શોધી રહ્યા હતા.

..પછી ચમકી કિસ્મત

આ સમયે કૈલાશ ખેરને ગીત ગાવા માટે પાંચ હજાર રૂપિયા મળ્યા હતા. જે બાદ તેમની કિસ્મત ચમકી ગઈ અને તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આજે તેઓ બોલિવૂડના ટોપ સિંગર બની ગયા છે.
 

    follow whatsapp