કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીના એક પુસ્તકના ટાઈટલના કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ પુસ્તકના કારણે તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. અભિનેત્રીએ જુલાઈ 2021માં તેનું પુસ્તક 'કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઈબલઃ ધ અલ્ટીમેટ મૈનુઅલ ફોર મોમ્સ-ટુ-બી'ને લૉન્ચ કર્યું હતું. હવે મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક અરજદારની અરજી પર કરીના કપૂર ખાનને નોટિસ મોકલી છે. અભિનેત્રી આ પુસ્તકના નામને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.
ADVERTISEMENT
પુસ્તકના ટાઈટલ સામે ઉઠાવ્યો વાંધો
એટલું જ નહીં, વકીલે પુસ્તકના ટાઈટલ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે કરીનાએ એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. કરીના કપૂર ખાનના પુસ્તક 'પ્રેગ્નન્સી બાઈબલ'ના વિવાદે તેને મુશ્કેલીમાં મૂકી દીધી છે.
હાઈકોર્ટે કરીનાને મોકલી નોટિસ
કરીના કપૂરે પોતાની પ્રેગ્નેન્સી બુકના ટાઈટલમાં 'બાઈબલ' શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે વિવાદ થઈ રહ્યો છે. હવે વકીલે પુસ્તકના ટાઈટલમાં આ શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. હાઈકોર્ટે કરીના કપૂર સહિત અન્ય લોકોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યા છે. ક્રિસ્ટોફર એન્થોનીએ પોતાની અરજીમાં કહ્યું છે કે પુસ્તકના ટાઈટલથી ખ્રિસ્તીઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
કોને-કોને મળી છે નોટિસ?
આ અરજીમાં કરીના કપૂર ખાન ઉપરાંત અદિતિ શાહ ભીમજીયાની, એમેઝોન ઈન્ડિયા, જગરનોટ બુક્સને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. વકીલ ક્રિસ્ટોફર એન્થોનીએ કરીના કપૂર વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને તેની વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવાની માંગ કરી છે. અરજદારે આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. અરજીકર્તા ક્રિસ્ટોફર એન્થોનીએ દલીલ કરી કે કરીના કપૂરના પુસ્તકમાં 'બાઈબલ' ઉમેરવાથી ખ્રિસ્તી ધર્મના લોકોને ઠેસ પહોંચી છે અને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
ADVERTISEMENT