Gujarati Film Frendo Trailer : ગુજરાતી ફિલ્મ ‘ફ્રેન્ડો’ ના પોસ્ટર-લોગો બાદ હવે ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. 'ફ્રેન્ડો' ફિલ્મ 13 સપ્ટેમ્બરે રિલીઝ થવાની. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં પણ થયું છે. આ ફિલ્મ વીર બંસરી ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. તેના ડાયરેક્ટર વિપુલ શર્મા છે. જ્યારે સિનેમેટોગ્રાફર શ્રીકુમાર નાયર છે.
ADVERTISEMENT
તો 'ફ્રેન્ડો' ફિલ્મના કાસ્ટની વાત કરીએ તો તેમાં લીડ રોલમાં તુષાર સાધુ છે. તેમની સાથે ટ્વિંકલ પટેલ, કુશલ મિસ્ત્રી, જય પંડ્યા, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ, શિવાની પાંડે, રાગી જાની, પ્રશાંત બારોટ અને જૈમિની ત્રિવેદી સહિતના કલાકારો છે.
ADVERTISEMENT