બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ની 'મુન્ની' તો તમને યાદ જ હશે. સલમાન ખાન-કરીના કપૂર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મમાં મુન્નીનું પાત્ર ચાઈલ્ડ એક્ટર હર્ષાલી મલ્હોત્રાએ ભજવ્યું હતું. બજરંગી ભાઈજાનમાં મુન્નીનું પાત્ર ભજવીને ઘર-ઘર સુધી ફેમસ થનારી હર્ષાલી મલ્હોત્રા હવે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
ADVERTISEMENT
ટ્રોલ્સને 'મુન્ની'નો જવાબ
હર્ષાલી એક્ટિંગની સાથે-સાથે ડાન્સમાં પણ એક્સપર્ટ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ડાન્સના વીડિયો શેર કરતી રહે છે. પરંતુ એ અલગ વાત છે કે ક્યારેક તે પોતાના ડાન્સ વીડિયોને લઈને ટ્રોલ્સના નિશાન પર પણ આવી જાય છે. ઘણીવાર યુઝર તેમને ડાન્સ છોડીને અભ્યાસ કરવાની સલાહ આપે છે. હવે હર્ષાલી મલ્હોત્રાએ તેનું ધોરણ 10નું પરિણામ શેર કરીને ટ્રોલ્સને જોરદાર જવાબ આપ્યો છે.
હર્ષાલીએ શેર કર્યું ધોરણ 10નું રિઝલ્ટ
વાસ્તવમાં હર્ષાલીએ આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર થઈ ગયું છે. હર્ષાલીએ સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે પોતાનું રિઝલ્ટ શેર કર્યું છે અને બોર્ડ રિઝલ્ટમાં મળેલા પોતાના માર્ક્સ વિશે પણ જણાવ્યું છે. આ સાથે હર્ષાલીએ ટ્રોલ્સનો પણ જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેની સાથે તેણે ફેન્સની સાથે તેનું રિઝલ્ટ પણ શેર કર્યું છે અને ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે.
શેર કરી હેટર્સની કોમેન્ટ
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં હર્ષાલીએ કેટલાક હેટર્સની કોમેન્ટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે ટ્રોલ્સ તેના ડાન્સ માટે તેને ટાર્ગેટ કરે છે અને અભ્યાસ ન કરવાને કારણે તેને ટ્રોલ કરે છે. ઘણી કોમેન્ટ્સને સ્વાઈપ કર્યા બાદ હર્ષાલી ફેન્સને કહે છે કે તેને CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 83 ટકા માર્ક્સ આવ્યા છે. જે બાદ ફેન્સ તેને અભિનંદન પાઠવી રહ્યા છે.
જુઓ વીડિયો
ADVERTISEMENT