Bigg Boss OTT 3 Finale: આજે 'બિગ બોસ ઓટીટી 3'નો વિજેતા થશે જાહેર, કોણ બનશે વિનર?

રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી 3' 21 જૂન 2024થી શરૂ થયો હતો. આજે આ શોની સફર પૂર્ણ થઈ રહી છે, કારણ કે આજે (2 ઓગસ્ટ) બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન તેના વિજેતાને મળવા જઈ રહી છે.

બિગ બોસ ઓટીટી 3

bigg boss ott 3

follow google news

Bigg Boss OTT 3 Finale :  રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી 3' 21 જૂન 2024થી શરૂ થયો હતો. આજે આ શોની સફર પૂર્ણ થઈ રહી છે, કારણ કે આજે (2 ઓગસ્ટ) બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન તેના વિજેતાને મળવા જઈ રહી છે.

આજે રાત્રે અરમાન-વિશાલ જોવા મળશે ટક્કર

ગ્રાન્ડ ફિનાલે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે જિયો સિનેમાના ઓફિશિયલ X એકાઉન્ટ પરથી ફિનાલેની કેટલીક ઝલક શેર કરવામાં આવી છે. જેમાં અનિલ કપૂર સવાલ પૂછતો જોવા મળે છે અને તેના સવાલોના જવાબ આપતી વખતે અરમાન અને વિશાલ એકબીજા સાથે લડતા જોવા મળે છે. આ વિડિયો જોઈને તમે જાતે જ કલ્પના કરી શકો છો કે થોડા સમયમાં કઈ રસપ્રદ ઘટના બનવાની છે.

જણાવી દઈએ કે, અનિલ કપૂર આ શોને હોસ્ટ કરશે. આ સિવાય આ શોમાં ઘણા સ્ટાર્સ ગેસ્ટ તરીકે જોવાના છે. તમે ફિનાલે એપિસોડ ફક્ત Jio સિનેમા પ્રીમિયમ પર જ જોઈ શકશો. જો તમારી પાસે સબ્સ્ક્રિપ્શન છે તો તમે તેને જોઈ શકો છો, સબસ્ક્રિપ્શન વિનાના લોકો આ શો જોઈ શકશે નહીં. જો અહેવાલોનું માનીએ તો, બિગ બોસ ઓટીટી 3 ના ગ્રાન્ડ ફિનાલેમાં શ્રદ્ધા કપૂર અને રાજ કપૂર રાવ મહેમાન તરીકે આવવાના છે. અહેવાલ છે કે બંને તેમની આગામી ફિલ્મ સ્ત્રી 2ના પ્રમોશન માટે પહોંચશે.

આ 16 કન્ટેસ્ટન્ટે 'બિગ બોસ OTT 3'માં લીધી હતી એન્ટ્રી

'બિગ બોસ ઓટીટી 3'માં 16 સ્પર્ધકોએ એન્ટ્રી લીધી હતી. જેમાં 'વડા પાવ ગર્લ' ચંદ્રિકા દીક્ષિત, રણવીર શૌરી, શિવાની કુમારી, સના મકબૂલ, વિશાલ પાંડે, લવકેશ કટારિયા, દીપક ચૌરસિયા, સાઈ કેતન રાવ, ટેરો કાર્ડ રીડર મુનિષા ખટવાણી, સના સુલતાન, અરમાન મલિક, કૃતિકા મલિક, પાયલ મલિક, નેજી, નીરજ ગોયત, પૌલામી દાસ જોવા મળ્યા હતા. જેમાંથી હવે માત્ર સના મકબૂલ, રણવીર શૌરી, સાઈ કેતન રાવ, કૃતિકા મલિક અને નેજી ઘરની અંદર ટોપ 5 ફાઇનલિસ્ટમાં બાકી છે.
 

    follow whatsapp