Taarak Mehtaના વધુ એક એક્ટરે છોડ્યો શૉ? લેટેસ્ટ એપિસોડ જોઈને મચ્યો ખળભળાટ

Taarak Mehta: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેન્સના પ્રિય શૉમાંથી એક છે. આ શૉ છેલ્લા 16 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ દરમિયાન તેને ઘણા વિવાદોનો સામનો પણ કરવો પડ્યો. જોકે, તેમ છતાં પણ શૉ અને તેના કલાકારોને લોકોનો ઘણો પ્રેમ મળ્યો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Taarak Mehta

follow google news

Taarak Mehta: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેન્સના પ્રિય શૉમાંથી એક છે. આ શૉ છેલ્લા 16 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ દરમિયાન તેને ઘણા વિવાદોનો સામનો પણ કરવો પડ્યો. જોકે, તેમ છતાં પણ શૉ અને તેના કલાકારોને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. દિલીપ જોશી 'જેઠાલાલ' હોય કે શરદ સાંકલા 'અબ્દુલ' હોય.

ઘણા કલાકારો છોડી ચૂક્યા છે શૉ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ઘણા કલાકારોએ શૉને અલવિદા પણ કહી દીધું છે. હાલમાં જ 'ગોલી'ની ફેલવેલનો વીડિયો સામે આવ્યો હતો. હવે આ શૉ સાથે જોડાયેલા વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, અબ્દુલ શૉમાંથી ગાયબ થઈ ગયા છે, જેના પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની જગ્યા શૉના ડાયરેક્ટર કોઈ અન્યને લાવી શકે છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

શૉમાંથી બહાર થયા શરદ સાંકલા?

વાસ્તવમાં, તાજેતરના કેટલાક એપિસોડમાં એવું જોવા મળ્યું કે અબ્દુલ ગોકુલધામ સોસાયટીમાંથી ગાયબ થઈ ગયા છે, જ્યારે ગોકુલધામના લોકોને તેના વિશે ખબર પડી તો બધા અબ્દુલને લઈને ચિંતિત થઈ ગયા અને તેઓ અબ્દુલને શોધવા લાગ્યા, પરંતુ અબ્દુલનો કોઈ પત્તો લાગ્યો નથી. આ પછી લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે અબ્દુલ એટલે કે શરદ સાંકલા પણ શૉ છોડી ચુક્યા છે.

ગોલી વખતે પણ આવ્યું જ થયું હતું 

જ્યારે ગોલી એટલે કે કુશ શાહ શૉમાંથી બહાર થયા, ત્યારે કંઈક આવું જ બતાવવામાં આવ્યું હતું કે તેઓ બહાર ગયા અને ગાયબ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં દર્શકો આને તેની સાથે જોડીને જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મે મહિનામાં પણ એવા સમાચાર આવ્યા હતા કે શરદ સાંકલાએ શૉ છોડી દીધો છે,  પરંતુ તેઓ ફરીથી શૉમાં જોવા મળ્યા અને તે અફવાઓ પર પૂર્ણવિરામ લગી ગયો.

આવનારા એપિસોડમાં થશે ખુલાસો 

હવે તે તો આવનારા એપિસોડમાં જ જોવા મળશે કે શું તેમણે ખરેખર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દીધું છે કે પછી આ શૉના કન્ટેન્ટનો આ એક ભાગ છે. 

    follow whatsapp