Anant Radhika Pre-Wedding: લગ્ન પહેલા દરિયા વચ્ચે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ, 3 દિવસ ક્રૂઝ પર જલસા પાર્ટી

અનંત અંબાણીનું ટૂંક સમયમાં જ બીજું પ્રી-વેડિંગ ફંક્શન થવાનું છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઈટાલીમાં ક્રૂઝ શિપ પર યોજાશે. જ્યાં અનેક VIP મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Anant and Radhika Wedding

Anant and Radhika Wedding

follow google news

Radhika - Anant Pre Wedding: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થવા જઈ રહ્યા છે, જો કે, તે પહેલા 1 માર્ચથી 3 માર્ચ સુધી ગુજરાતના જનમાગરમાં બંનેના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધીના તમામ લોકો સામેલ થયા હતા. અન્ય જાણીતા ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. તેમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને હોલીવુડ સિંગર રિહાન્નાએ ભાગ લીધો હતો, તેની સાથે આખું બોલિવૂડ પણ તેમાં હાજર હતું. એવામાં હવે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનને લગતું એક નવું અપડેટ સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા અનંત-રાધિકા ફરી એકવાર પ્રી-વેડિંગ કરશે અને આ વખતે તે જમીન પર નહીં પરંતુ સમુદ્રમાં યોજાશે, એટલે કે એક ક્રુઝ શિપ પર આયોજિત કરવામાં આવશે જેમાં લગભગ 300 લોકો આવશે, તો ચાલો તેની સંપૂર્ણ વિગતો જણાવીએ.

બીજી પ્રી-વેડિંગ ક્રુઝ રાઈડમાં યોજાશે

ગુજરાતના જામનગરમાં જ્યારે આ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ થયા ત્યારે તેમાં લગભગ 1200 લોકોએ હાજરી આપી હતી. આવી સ્થિતિમાં, અંબાણી પરિવાર ફરીથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે બીજી પ્રી-વેડિંગ પાર્ટી હોસ્ટ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે લગ્ન પહેલાની બીજી પાર્ટી 28-30 મેના રોજ યોજાશે અને આ વખતે અંબાણી પરિવાર લગભગ 300 મહેમાનોને લક્ઝરી ક્રૂઝ પર હોસ્ટ કરશે જે ત્રણ દિવસમાં 4380 કિમીનું અંતર ઇટાલીથી સ્વિત્ઝરલેન્ડ સુધી કાપશે.

ક્રુઝમાં 800 મહેમાનો ભાગ લેશે

અહેવાલો અનુસાર, આ ક્રૂઝ શિપ ઇટાલીના સીસિલીથી સ્વિત્ઝરલેન્ડ જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમના લગ્ન જીવન માટે અભિનંદન આપવા માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના પુત્ર અને પુત્રવધૂના લગ્ન પહેલાની ઉજવણીને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં. રિપોર્ટ્સ મુજબ, ક્રૂઝ પાર્ટીમાં નો-ફોન પોલિસી રાખવામાં આવી છે. મહેમાનો ફોન લઈને નહીં જઈ શકે.

ગેસ્ટ લિસ્ટમાં કોણ-કોણ સામેલ?

ગેસ્ટ લિસ્ટમાં પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનમ કપૂર સામેલ છે. ફેમિલી સૂત્રો મુજબ કન્ફર્મ ગેસ્ટ લિસ્ટમાં શાહરૂખ ખાન અને તેનો પરિવાર, રણબીર-આલિયા અને સલમાન ખાન સામેલ છે. અનંત અંબાણી 12 જુલાઈના રોજ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે લગ્ન ફક્ત મુંબઈમાં જ થશે, પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શાહી લગ્ન લંડનમાં પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ કપલે 19 જાન્યુઆરી 2023 ના રોજ મુંબઈમાં સગાઈ કરી હતી. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓની પુત્રી છે.

    follow whatsapp