Singer Diagnosed Cancer During Pregnancy: તાજેતરમાં જ ટીવી જગતની ફેમસ એક્ટ્રેસ હિના ખાનના કેન્સરના સમાચારે તમામ ફેન્સને દુઃખી કરી દીધા હતા. આ સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં પણ તમામ લોકોને શોક લાગ્યો હતો. હિના ખાન થર્ડ સ્ટેજ બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે એક જાણીતી સિંગર ચોથા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમી રહી છે. જી હાં ફેન્સ હજુ હિના ખાનના આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યાં હવે જાણીતી સિંગરે પોતાને કેન્સર હોવાની માહિતી શરે કરી છે, એટલું જ નહીં આ સિંગર પ્રેગન્નટ છે અને બીજા બાળકને જન્મ આપવાની છે.
ADVERTISEMENT
બ્રાઝિલની સિંગરે શેર કરી પોસ્ટ
બ્રાઝિલિયન ફેમસ સિંગર કેમિલા કેમ્પસ (ઉં.વ 29) હાલમાં પ્રેગન્નટ છે, તે બીજા બાળકને જન્મ આપવાની છે. જોકે, જ્યારે તેને ખબર પડી કે તેને ચોથા સ્ટેજનું કેન્સર છે, ત્યારે તે અને તેના પરિવારજનોને ખૂબ જ આઘાત લાગ્યો. આ સમાચાર સાંભળ્યા બાદ ફેન્સ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. કેમિલા કેમ્પસે આ મામલે ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું તેને આ મહિનાની શરૂઆતમાં જ જાણવા મળ્યું કે તે બ્રેસ્ટ કેન્સર જેવી ખતરનાક બીમારીનો સામનો કરી રહી છે. તેને ચોથા સ્ટેજનું કેન્સર છે, એટલે ટ્યુમર તેની બોડીમાં પહેલાથી જ હાડકાંઓ સુધી ફેલાઈ ચૂક્યું છે.
બાળક પર પડી શકે છે અસર
તેણે વધુમાં જણાવ્યું છે કે, કેન્સરના કારણે તેના માથા પરથી વાળ પણ ખરવા લાગ્યા છે. કીમીથેરાપી એક એવી પ્રોસેસ છે, જેમાં ખૂબ જ દુઃખાવો થાય છે. આવી સ્થિતિમાં તેની અસર તેની પ્રેગ્નન્સી પર પણ પડી શકે છે. તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT