Shilpa Shetty Troll: કેદારનાથ બાદ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) માતા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચી હતી. ગુલાબી સૂટમાં ખચ્ચર પર બેઠેલી અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જે બાદ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. આવું એટલા માટે કારણ કે શિલ્પા પેટા (PETA)સાથે જોડાયેલી છે. આ તે સંસ્થા છે જે પ્રાણીઓની ભલાઈ માટે કામ કરે છે. આવી સ્થિતિમાં શિલ્પા શેટ્ટીનો આ વીડિયો જોઈને લોકો લાલઘુમ થઈ ગયા છે.
ADVERTISEMENT
ખચ્ચર પર બેઠેલી જોઈ ભડક્યા યુઝર્સ
આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી તેની બહેન શમિતા શેટ્ટી અને માં સુનંદા શેટ્ટીને પિંક કલરના સૂટમાં જોઈ શકાય છે. ત્રણેયનો આ વીડિયો પ્રાઈવેટ જેટની અંદરનો છે. આ પછી અભિનેત્રીને ખચ્ચર પર બેઠેલી જોઈ શકાય છે. એક્ટ્રેસનો આ વીડિયો જ્યારે વાયરલ થયો ત્યારે તે ટ્રોલર્સના નિશાન પર આવી ગઈ.
ટ્રોલર્સ ભડક્યા
શિલ્પા શેટ્ટી લાંબા સમયથી PETA સાથે જોડાયેલી છે. PETA પ્રાણીઓના કલ્યાણ માટે કામ કરે છે અને તેમના હેરેસમેન્ટ સામે અવાજ ઉઠાવે છે. પરંતુ આ વીડિયોમાં શિલ્પાને ખચ્ચર પર બેઠેલી જોઈને ટ્રોલર્સ લાલઘુમ થઈ ગયા.
'આટલા ફીટ હોવાનો શું ફાયદો?'
એક યુઝરે લખ્યું કે, શું ફાયદો આટલા ફીટ હોવાનો. બીજા યુઝરે લખ્યું કે, આના કરતા સારું હતું કે તમે ઘરે જ પૂજા કરી લીધી હોત. અન્ય એક યુઝરે લખ્યું એનિમલ હેરેસમેન્ટ. અન્ય એક યુઝરે લખ્યું કે, જાનવરનું દુઃખ જોઈને તમને આશીર્વાદ નહીં મળે. એક યુઝરે લખ્યું કે, બોલો, આટલી ફીટનેસવાળા પણ ખચ્ચરથી જાય છે
ADVERTISEMENT