National Film Awards: ઋષભ શેટ્ટીએ જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, આ યાદીમાં ગુજરાતી ફિલ્મનો પણ સમાવેશ

70th National Film Awards: માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે.

National Film Awards

National Film Awards

follow google news

70th National Film Awards: માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત સિનેમા પુરસ્કારો તરીકે જાણીતા, રાષ્ટ્રીય પુરસ્કારો એ કોઈપણ ફિલ્મ નિર્માતા માટે એક મોટી સિદ્ધિ છે. આ વખતે આ પુરસ્કારો તે ફિલ્મો માટે આપવામાં આવ્યા છે જેમને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવતા દિગ્દર્શક-અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા'એ 2022માં તેની પૌરાણિક કથા આધારિત સિનેમા ચાહકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ જોઈ ત્યારથી જ લોકો તેને નેશનલ એવોર્ડ માટે ફેવરિટ ગણાવી રહ્યા હતા. 

    follow whatsapp