Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 7 મે 2024ના રોજ મતદાન થવાનું છે. જેના કારણે રાજકીય પાર્ટીઓ પ્રચંડ પ્રચાર કરી રહી છે. રાજનેતાઓ ઉપરા ઉપરી સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે દરેકની નજર રાજકોટ લોકસભા બેઠક પર છે, કારણ કે રાજકોટ (Rajkot)ના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે અને આખો ક્ષત્રિય સમાજ તેમની વિરુદ્ધ થઈ ગયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સહિત ભાજપનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે, બંને નેતાઓ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં રાજકોટ શહેરમાં રાજકોટ શહેરમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ મહિલાઓ સામે મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા પાણીપુરી અને મેકઅપનો ઉપયોગ કર્યો હતો... શું કહ્યું પરેશ ધાનાણીએ સાંભળો...
ADVERTISEMENT
ADVERTISEMENT