Mehsana Crime News: મહેસાણા લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સામસામા આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ભાજપના મહિલા નેતાને કથિત રીતે ભાજપના જ એક સભ્યએ ફોન કરી બિભત્સ માંગણી કરવાનો ઓડિયો વાયરલ થતાં જ રાજકીય ભૂકંપ આવ્યો છે. ભોગ બનેલા ભાજપના મહિલા નેતાએ ફોન ઉપર તેમની પાસે બિભત્સ માંગણી કરનાર સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ભાજપને શર્મશાર કરતી ઘટના સામે આવી!
મહેસાણા લોકસભા ચૂંટણીના મતદાન બાદ ભાજપને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાજપના મહિલા નેતાને ભાજપના જ એક સભ્યએ ફોન કરીને અઘટિત માંગણી કરવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચોઃ વડોદરામાં BJP કાર્યકરે જ ભાજપના મહિલા કોર્પોરેટરની કરી છેડતી, હાથ પકડીને કર્યું અસભ્ય વર્તન
મહિલા નેતા પાસે કરી બિભત્સ માંગ
મહિલા નેતા ગત 30 એપ્રિલના રોજ ખેરાલુ ખાતે ધારાસભ્ય કાર્યાલય ખાતે મિટિંગમાં હાજર હતા, ત્યારે તેમના મોબાઈલ ઉપર 8 વખત અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યા હતા. જે નંબર પર વાત કરતા ફોન કરનાર શખ્સે મહિલા નેતા પાસે બિભત્સ માંગ કરી હતી, સાથે જ આ શખ્સે મહિલા નેતાને કહ્યું હતું કે તું મારી સાથે સંબંધ રાખીશ તો તને ગાડી-બંગલો આપી દઈશ અને તને જિલ્લા પ્રમુખ બનાવી દઈશ.
મહિલા નેતાએ નોંધાવી ફરિયાદ
ભાજપના મહિલા નેતાને ફોન આવ્યાના નવ દિવસ બાદ તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો છે, ત્યારે હાલ મહિલા અગ્રણી સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
આ પણ વાંચોઃ મહેનતનું ફળ, ગુજકેટમાં ટોપ : અમદાવાદના હર્ષ ધ્રુવે 120માંથી 120 માર્ક્સ મેળવ્યા
પોલીસે હજુ સુધી નથી કરી કોઈ કાર્યવાહી
તો બીજુ બાજુ મહિલા નેતાએ ફોન કરનાર શખ્સનો મોબાઈલ નંબર પોલીસને આપ્યો હોવા છતાં પોલીસે આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ મહિલા નેતા કર્યો છે. આજદિન સુધી ફોન કરનાર સામે કાર્યવાહી ન થતાં લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. કહેવાય છે કે ફોન કરનાર કથિત રીતે ભાજપનો જ હોવાના કારણે પોલીસ તેને છાવરી રહી છે.
રિપોર્ટઃ કામિની આચાર્ય, મહેસાણા
ADVERTISEMENT