Exit Poll NDA vs INDIA : લોકસભા ચૂંટણી 2024નું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે. એક તરફ મોટાભાગના એક્ઝિટ પોલમાં NDAને બહુમતી મળતી જોવા મળી રહી છે તો બીજી તરફ એક એક્ઝિટ પોલ એવો પણ છે, જેમાં 'INDIA' ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે. એટલું જ નહીં આ એક્ઝિટ પોલમાં ભાજપની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
દેશબંધુના એક્ઝિટ પોલના આંકડા?
DB Live (દેશબંધુ) પર દર્શાવેલ એક્ઝિટ પોલમાં 'INDIA' ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે. ડીબીના એક્ઝિટ પોલમાં NDAને 215થી 245 બેઠકો મળી રહી છે જ્યારે INDIA ગઠબંધનને 260-295 બેઠકો મળતી જોવા મળી રહી છે. એટલું જ નહીં 24-48 સીટો અન્યના ખાતામાં ગઈ છે.
DBના આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં NDAને 18થી 20 સીટો અને INDIAને 28થી 30 સીટો મળી શકે છે. બિહારમાં NDAને 14થી 16 બેઠકો અને INDIAને 24થી 26 સીટો મળી રહી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં NDAને 24-26 અને INDIAને 3-5 સીટો મળી રહી છે.
આ એક્ઝિટ પોલ અનુસાર, ઉત્તર પ્રદેશમાં NDAને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં NDAને માત્ર 46થી 48 સીટો મળી શકે છે, જ્યારે INDIAને 32થી 34 સીટો મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને 11થી 13 બેઠકો અને ટીએમસીને 26થી 28 સીટો મળી શકે છે.
સોશિયલ મીડિયા પર એક્ઝિટ પોલીની ચર્ચા
આપને જણાવી દઈએ કે, DB એક માત્ર એવો એવો એક્ઝિટ પોલ લઈને આવ્યું છે, જેમાં NDAની જગ્યાએ INDIAને બહુમતી મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ આ એક્ઝિટ પોલની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ન્યૂઝ 24 ચાણક્યના આંકડા
ન્યૂઝ 24 ચાણક્યના એક્ઝિટ પોલની વાત કરીએ તો એનડીએને 400 સીટો મળે તેવું અનુમાન છે. આંકડાઓ અનુસાર, NDAને 400 (± 15) અને INDIAને 107 (± 11) સીટો મળતી જોવા મળી રહી છે. જ્યારે NDA મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં તમામ સીટો જીતી શકે છે.
ADVERTISEMENT