VIDEO : 'સરકાર તો હવે બનશે પણ...', દિલ્હી પહોંચતા જ નીતીશ કુમારે કરી દીધું મોટું એલાન

લોકસભા ચૂંટણી 2024માં NDAને મળેલી જીત બાદ હવે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આજે (5 જૂન) દિલ્હીમાં ભાજપ તરફથી NDAની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં સામેલ થવા માટે બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના ચીફ નીતીશ કુમાર ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા હતા.

nitish tejaswi

nitish tejaswi

follow google news

Nitish Kumar and Tejashwi Yadav in Flight : લોકસભા ચૂંટણી 2024માં NDAને મળેલી જીત બાદ હવે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આજે (5 જૂન) દિલ્હીમાં ભાજપ તરફથી NDAની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં સામેલ થવા માટે બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના ચીફ નીતીશ કુમાર ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા હતા. તો સૌથી ચર્ચાસ્પદ એ રહ્યું કે નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ ફ્લાઇટથી દિલ્હી પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, ઈન્ડિયા ગઠબંધને ગુરૂવારે મીટિંગ બોલાવી છે.

સરકાર તો હવે બનશે જ : નીતીશ કુમાર

દિલ્હી પહોંચતા જ મુખ્યમંત્રી નીતીશ કુમારે એરપોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા મોટું નિવેદન આપી દીધું. નીતીશ કુમારે કહ્યું કે, 'સરકાર તો હવે બનશે જ.' કોની સરકાર બનશે? જેના પર નીતીશ કુમાર હસીને ગાડીમાં બેસીને ચાલ્યા ગયા.

ઈન્ડિયા ગઠબંધનની સાથે વાતચીત થયાની અફવા : જેડીયૂ સાંસદ

નીતીશ કુમારની સાથે જેડીયૂના રાજ્યસભા સાંસદ સંજય ઝા પણ હતા. NDAની બેઠક પહેલા જેડીયૂ સાંસદ સંજય ઝાએ કહ્યું હતું કે, 'અમે NDAની સાથે છીએ. નીતીશજી આજે બેઠકમાં જશે. બિહારની જનતાએ NDAને બિહારમાં મોટો જનાદેશ આપ્યો છે. ઈન્ડિયા ગઠબંધનની સાથે વાતચીત થયાની અફવા છે. અમે સંપૂર્ણ રીતે NDAની સાથે છીએ. ઈન્ડિયા ગઠબંધન સાથે અમારી કોઈ વાતચીત નથી થઈ.' સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે જ રાષ્ટ્રપતિને પોતાનું સમર્થ પત્ર સોંપવાની યોજના બનાવી રહ્યા છે.

નીતીશ કુમાર સાથે ફ્લાઈટમાં નજરે પડ્યા તેજસ્વી

તેજસ્વી યાદવ પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે. તેજસ્વી યાદવ પટનાથી ફ્લાઈટમાં નીતીશ કુમારની સાથે ચાલ્યા હતા. સામે આવેલી તસવીરોમાં તેજસ્વી યાદવ, નીતીશ કુમાર પાછળ બેઠેલા નજરે પડ્યા. પરંતુ દિલ્હી પહોંચતા પહોંચતા તેજસ્વી યાદવ, નીતીશ કુમારની બાજીની સીટ પર બેઠેલા નજરે પડ્યા. જેને લઈને અટકળો પણ શરૂ થઈ ગઈ છે.

સાથે ફ્લાઈટમાં મુસાફરી અંગે જેડીયૂના મંત્રીનું આવ્યું નિવેદન

અટકળો પર હવે જેડીયૂ મંત્રી જમા ખાનનું નિવેદન આવ્યું છે. જમા ખાને કહ્યું કે, 'નીતીશ કુમારને દિલ્હીમાં થનારી એનડીએની બેઠકમાં ભાગ લેવા જવાનું છે. એટલા માટે આજે તેઓ ફ્લાઈટથી દિલ્હી ગયા. તેજસ્વી વિપક્ષી ગઠબંધનની બેઠકમાં ભાગ લેવાના છે. તેવામાં જો તે પણ આ ફ્લાઈટથી જ ગયા તે માત્ર એક સંયોગ છે. આ સિવાય બીજું કંઈ નથી.'

તેજસ્વી યાદવે દિલ્હી પહોંચતા જ મોટું નિવેદન આપતા કહ્યું કે, જોઈએ આજની બેઠકમાં શું થાય છે? ત્યારે નીતીશ કુમારની સાથે દિલ્હી આવવા પર કહ્યું, દુઆ સલામ થઈ અને શું વાત થઈ? ધીરજ રાખો, જુઓ શું થાય છે, જોતા રહો, રાહ જુઓ. 
 

    follow whatsapp