Lok Sabha Election Results : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનને ત્રીજી વખત બહુમતી મળી છે. NDA ગઠબંધને 292 બેઠકો જીતી છે. જોકે, ભાજપ એકલા હાથે બહુમત (272)ના આંકડા સુધી આંબી ન શક્યા અને તેને 240 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો. જ્યારે ઈન્ડિયા બ્લોકે 234 બેઠકો પર જીત મેળવી છે.
ADVERTISEMENT
પરિણામ બાદ હવે સરકાર બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. એક તરફ ભાજપ પોતાના સહયોગીઓની સાથે વાતચીત કરી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષી ઈન્ડિયા બ્લોક પણ એક્ટિવ થઈ ગયું છે. આ વચ્ચે નવી સરકાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટ બેઠક બોલાવી હતી.
વડાપ્રધાન મોદીને NDA ગઠબંધનના નેતા બનાવાયા
દિલ્હીમાં NDAની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં સાથી પક્ષોના તમામ નેતાઓએ સર્વસંમતિથી વડાપ્રધાન મોદીને NDA ગઠબંધનના નેતા પસંદ કરાયા. તેના માટે બેઠકમાં પ્રસ્તાવ પસાર કરાયો.
NDAના તમામ નેતાઓ રહ્યા હાજર
પ્રધાનમંત્રીના સરકારી આવાસ LKM પર NDAના સાથી પક્ષોની બેઠક યોજાઈ હતી. જેમાં નીતીશ કુમાર, ચંદ્રબાબૂ નાયડુ, નીતીશ કુમાર, એકનાથ શિંદે, જીતન રામ માંઝી, પવન કલ્યાણ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, ચિરાગ પાસવાન, કુમારસ્વામી, ચિરાગ પાસવા અને જયંત ચૌધરી હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરી
મંત્રિમંડળે આજે આયોજિત પોતાની બેઠકમાં રાષ્ટ્રપતિને 17મી લોકસભાને તાત્કાલિક અસરથી ભંગ કરવાની સલાહ આપી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંત્રિમંડળની સલાહને સ્વીકારી લીધી છે અને બંધારણના અનુચ્છેદ 85ના ખંડ (2)ના ઉપ-ખંડ(બી) તરફથી મળેલી શક્તિઓનો પ્રયોગ કરતા 17મી લોકસભાને ભંગ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દેવાયા છે.
7 જૂને સરકાર બનાવવાનો દાવો કરશે નરેન્દ્ર મોદી
7 જૂને સવારે 11 વાગ્યે NDAની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સંસદીય દળના નેતા સામેલ હશે. 7 જૂને વડાપ્રધાન મોદીને NDAના નેતા બનાવાયા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નરેન્દ્ર મોદી 8 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.
અમે NDAની સાથે : ચંદ્રબાબૂ નાયડૂ
NDAની બેઠક બાદ TDP પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે, બેઠક સારી રહી. અમે NDAની સાથે મળીને ચૂંટણી લડ્યા ત્યારે જ આજની મીટિંગમાં સામેલ થયા. તમે લોકોને શું શંકા છે? જો અમે ગઠબંધનનો ભાગ ન હોત તો સાથે મળીને ચૂંટણી કેવી રીતે લડ્યા હોત? અમે સાથે રહ્યા, 3 પાર્ટીઓએ સાથે મળીને ચૂંટણી લડી.
ADVERTISEMENT