Gujarat Election Results 2024 Live Updates : આજનો દિવસ તમામ દેશવાસીઓ માટે ખાસ છે, કારણ કે આજે લોકસભા ચૂટણી (Gujarat Election Results 2024) નું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની કુલ 26માંથી 25 બેઠકો પરના 266 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગત 7 મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાયું હતું, ગુજરાત લોકસભામાં 60.13 ટકા મતદાન થયું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર સરેરાશ 55.44 ટકા મતદાન થયું હતું.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના પરિણામ પર તમામની નજર
સૌરાષ્ટ્ર-કચ્છની તમામ 8 બેઠકો પર સમગ્ર રાજ્ય સહિત દેશવાસીઓની નજર છે કે કારણ કે રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં આ વખતે ઘણી ઊથલપાથલ જોવા મળી હતી. આ આઠેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાય છે કે પછી કોંગ્રેસ-અન્ય પક્ષના ઉમેદવાર બાજી મારી જાય છે તે તો મતગણતરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આપને જણાવી દઈએ કે, છેલ્લી 2 ટર્મ (2014-2019)માં સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય સહિત રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપે બાજી મારી લીધી હતી.
સૌરાષ્ટ્ર -કચ્છ ઝોનમાં કોણ-કોણ જીત્યુ
લોકસભા બેઠક | ભાજપ | કોંગ્રસ – આપ | કોણ જીત્યુ ? |
રાજકોટ | પરશોત્તમ રૂપાલા | પરેશ ધાનાણી | ભાજપ (જીત) |
જૂનાગઢ | રાજેશ ચુડાસમા | હીરા જોટવા | ભાજપ (જીત) |
જામનગર | પુનમબેન માડમ | જે.પી. મારવિયા | ભાજપ (જીત) |
પોરબંદર | મનસુખ માંડવિયા | લલિત વસોયા | ભાજપ (જીત) |
અમરેલી | ભરત સૂતરિયા | જેનીબેન ઠુંમર | ભાજપ (જીત) |
ભાવનગર | નીમુબેન બાંભણિયા | ઉમેશ મકવાણા (AAP) | ભાજપ (જીત) |
સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા | ઋત્વિક મકવાણા | ભાજપ (જીત) |
કચ્છ | વિનોદ ચાવડા | નિતેશ લાલણ | ભાજપ (જીત) |
----------------------------------------------------------------UPDATE------------------------------------------------------------------------------------
કચ્છના વિનોદ ચાવડાની જીત
કચ્છ બેઠક પર મજબૂત પક્કડ ધરાવતા વિનોદ ચાવડાએ ફરી એકવાર બાજી મારી લીધી છે. તેઓ ફરીથી ચૂંટણી જીતી ગયા છે. આપને જણાવી દઈએ કે, વિનોદ ચાવડા કચ્છ બેઠક પર મજબૂત પક્કડ ધરાવે છે. તેઓ વ્યવસાયે એડવોકેટ છે. તેઓ 2019ની ચૂંટણીમાં 3 લાખ જેટલી લીડથી ચૂંટણી જીત્યા હતા.
ચંદુભાઈ શિહોરાની જીત
મતગણતરી વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની જીત થઈ છે.
નીમુબેન બાંભણીયાએ મેળવી જબરદસ્ત જીત
ભાવનગરમાં ઝાડું નહી ભાજપનો જાદુ ચાલ્યો, ઉમેશ મકવાણાને હરાવી નીમુબેન બાંભણીયાએ મેળવી જબરદસ્ત જીત
રાજકોટમાં રૂપાલાનું રાજ
રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેવાર પરેશ ધાનાણીને હરાવી દીધા છે.
પોરબંદરમાં મનસુખ માંડવિયાની જીત
પોરબંદરમાં પણ ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાની જીત થઈ છે.
રાજેશ ચુડાસમાની જીત
જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા જીતી ગયા છે. હીરા જોટવા (કોંગ્રેસ)ને 4,44,156 મત મળ્યા છે, જ્યારે રાજેશ ચુડાસમા (ભાજપ)ને 5,78,516 મત મળ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર 1,34,360 મતથી ભાજપની જીત થઈ છે.
2.34 લાખ મતથી ચંદુભાઈ શિહોરા આગળ
19મા રાઉન્ડના અંતે સુરેન્દ્રનગરથી ભાજપના ચંદુભાઈ શિહોરા 234350 મતોથી આગળ છે.
પૂનમ માડમ પોણા બે લાખ લીડ મેળવવા તરફ આગળ
પૂનમબેન માડમ (ભાજપ)- 4,44,208 મત જે.પી. મારવિયા (કોંગ્રેસ)- 2,79,421 ભાજપ લીડ- 1,64,787
ભાવનગર બોટાદ-15 લોકસભામાં નીમુ બેન જંગી મતોથી આગળ
ભાજપના નિમુબેન બાંભણીયા - 3,46,209 મત, આપ ઉમેશ મકવાણા - 1,27,596 મત, નિમુબેન 218613 લીડ
ચંદુભાઈ શિહોરા આગળ
12મા રાઉન્ડના અંતે સુરેન્દ્રનગરથી ભાજપના ચંદુભાઈ શિહોરા 1,39,825 મતોથી આગળ છે.
રાજકોટમાં ભાજપને જંગી લીડ
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા 2.50 લાખ મતથી આગળ
પોરબંદરમાં મનસુખ માંડવિયા આગળ
- રાઉન્ડ-10
- મનસુખ માંડવિયા - ભાજપ 3,41,189
- લીલાત વસોયા - કોંગ્રેસ 1,29,652
- મનસુખ માંડવિયા - 2,11,537 મતોથી આગળ
રાજેશ ચુડાસમા આગળ
જૂનાગઢમાં ભાજપની લીડ 1,03,515
- કોંગ્રેસ પાછળ
- ભાજપના રાજેશ ચુડાસમા આગળ
પરેશ ધાનાણીએ રૂપાલાને પાઠવ્યા અભિનંદન
રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને અભિનંદન પાઠવ્યા છે. આપને જણાવી દઈએ કે, ક્ષત્રિયોનો વિરોધ હોવા છતાં આજે પરસોત્તમ રૂપાલા જીત તરફ આગળ વધી રહ્યા છે.
રાજકોટમાં રૂપાલા 2 લાખ મતોથી આગળ
રાજકોટ બેઠક પર સવારથી મતગણતરી ચાલી રહી છે, જેમાં પરસોત્તમ રૂપાલા 2 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે.
જૂનાગઢમાં રાજેશ ચુડાસમા આગળ
ભાજપ લીડ 56, 892 રાજેશ ચુડાસમાને 3,14,224 મત અને કોંગ્રેસના હીરાભાઈ જોટવાને અત્યાર સુધીમાં 2,58,631 મત મળ્યા છે.
સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા આગળ
ચંદુ શિહોરા (ભાજપ)- 2,03,300 મત, ઋત્વિક મકવાણા (કોંગ્રેસ)- 1,31,715 મત, ભાજપ 71585 મતે આગળ
ભાવનગર નિમુબેન 1,24,450 લીડ
ભાવનગર બોટાદ લોકસભા (9 રાઉન્ડ) ભાજપના નિમુબેન બાંભણીયાને 1,85,562 મત અને AAPના ઉમેશ મકવાણાને 61,112...નિમુબેન 1,24,450 લીડ
ભાવનગરમાં નિમુબેનને 1,12,962 લીડ
ભાવનગર બોટાદ લોકસભા (8 રાઉન્ડ) ભાજપ નિમુબેન બાંભણીયા - 1,69,569, આપ ઉમેશ મકવાણા 56,607 નિમુબેન 1,12,962 લીડ
ચંદુભાઈ શિહોરા 62037 મતોથી આગળ
સુરેન્દ્રનગર - છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ચંદુભાઈ શિહોરા 62037 મતોથી આગળ છે.
રાજકોટમાં રૂપાલા 1 લાખ લીડને પાર
પુરુષોત્તમ રૂપાલા- 178072 મત પરેશ ધાનાણી- 70736 મત રૂપાલા 107336 મતથી આગળ
કચ્છથી વિનોદ ચાવડા આગળ
કચ્છ-મોરબી લોકસભા સીટથી વિનોદ ચાવડા 5 રાઉન્ડ બાદ 20,000 મતોથી આગળ છે.
ભાવનગરમાં ભાજપ ઉમેદવાર આગળ
ભાવનગર બેઠક પર નિમુબેન બાંભણીયા 82,931 મતોથી આગળ ચાલી રહ્યા છે. નિમુબેનને 1,26,411 મત મળ્યા છે, જ્યારે ઉમેશ મકવાણાને 43,480 મત મળ્યા છે.
જામનગરમાં ફરી માડમ આગળ
જામનગર બેઠક પર પૂનમ માડમ ફરી આગળ નીકળી ગયા છે. પૂનમ માડમને 65,550 મત મળ્યા છે, જ્યારે મારવિયાને 64,442 મત મળ્યા છે. કોંગ્રેસ 1108 મતથી આગળ છે.
અર્જુન મોઢવાડિયા આગળ
પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 3 રાઉન્ડના અંતે 12263 લીડ સાથે આગળ છે.
સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ આગળ
સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરા આગળ ચાલી રહ્યા છે. ચંદુભાઈ શિહોરા 33937 મતોથી આગળ ચાલી રહ્યા છે.
અમરેલી બે કારણોસર ચર્ચામાં
2024ની લોકસભાની ચૂંટણીમાં અમરેલી બે કારણોસર ચર્ચામાં છે, પહેલું કારણ એ છે કે અહીંના બે દિગ્ગજ નેતાઓ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી રાજકોટ બેઠક પર આમને-સામને છે તો બીજી બાજુ અમરેલી લોકસભા સીટ પર પણ કાંટાની ટક્કર સંભવ છે. કારણ કે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાને ભારે ટક્કર આપી રહ્યા છે.
ભાજપના 'મેડમ' મારશે બાજી કે ક્ષત્રિયોનો નડશે વિરોધ?
જામનગર લોકસભા બેઠક પર 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે જામનગરમાં 57.67 ટકા મતદાન થયું હતું. ભાજપના પૂનમ માડમની સામે આ વખતે કોંગ્રેસે જે.પી મારવિયાને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની આગ જામનગર સુધી પહોંચી હતી. ઘણા સ્થળોએ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જામનગરમાં ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. એવામાં જામનગરની બેઠક આ વખતે ઘણી ચર્ચામાં રહી હતી.
ડૉ.અતુલ ચગ આપઘાત કેસને કારણે ચર્ચામાં હતા રાજેશ ચુડાસમા
આ વખતે જૂનાગઢમાં જોરદાર ચૂંટણીનો માહોલ જામ્યો હતો. જૂનાગઢમાં આ વખતે અમુક પરિબળો ભાજપની સામે હતા. વેરાવળના તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસમાં નામ ઊડ્યા બાદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય એવી વાતો વહેતી થઈ હતી. લોહાણા મહાપરિષદે વડાપ્રધાન મોદીને પત્ર લખી રાજેશ ચુડાસમાને ટિકિટ ન આપવા માગ કરી હતી. જોકે, પાર્ટીએ ફરી તેમના પર વિશ્વાસ મુક્યો હતો અને તેમને ટિકિટ આપી હતી. જે બાદ લોહાણા સમાજે સભા યોજીને રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. ટિકિટ આપતા લોહાણા સમાજે રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. જોકે, બાદમાં ચગના પરિવાર અને રાજેશ ચુડામસા વચ્ચે સમાધાન થયું હતું. સ્વ.ડો અતુલ ચગના દીકરાએ વીડિયો મેસેજ દ્વારા રાજેશ ચુડાસમા સાથે સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે જોવું એ રહેશે કે રાજેશ ચુડાસમાને જનતાના આશીર્વાદ મળે છે કે નહીં.
ADVERTISEMENT