જૂનાગઢ લોકસભાઃ વિરોધના વંટોળ વચ્ચે બાજી મારી ગયા રાજેશ ચુડાસમા, જાણો કેટલા મતે થઈ જીત

Gujarat Lok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ફરી બાજી મારી ગયા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને હરાવ્યા છે.

junagadh

junagadh

follow google news

Gujarat Lok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે.  જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ફરી બાજી મારી ગયા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને હરાવ્યા છે. વિરોધના વંટોળ વચ્ચે ભાજપના રાજેશ ચુડાસમાની જીત થતાં તેમના સમર્થકો રાજીના રેડ થઈ ગયા છે. તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવી છે.

રાજેશ ચુડાસમાની જીત 

હીરા જોટવા (કોંગ્રેસ)ને 4,44,156 મત મળ્યા છે, જ્યારે ​રાજેશ ચુડાસમા (ભાજપ)ને 5,78,516 મત મળ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર 1,34,360 મતથી ભાજપની જીત થઈ છે. 

ગત 7 મેના રોજ થયું હતું મતદાન

ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી એક બેઠક સુરત બિનહરીફ થતાં 25 બેઠક પર ચૂંટણી ગત 07 મે  2024ના રોજ મતદાન યોજાયું હતું. ગુજરાત લોકસભા ચૂંટણી 2024માં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી જૂનાગઢ બેઠકના 1335 જેટલા મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 58.08 ટકા  મતદાન થયું હતું. 

કોણ કોણ હતું મેદાનમાં?

જૂનાગઢ બેઠકની વાત કરીએ તો જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ બે ટર્મથી સાસંદ અને માંગરોળના પૂર્વ ધારાસભ્ય રાજેશ ચુડાસમાને ફરી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકિટ આપી હતી. તો બહુજન સમાજ પાર્ટીના જયંતીલાલ માકડીયા, લોક પાર્ટીના અલ્પેશ ત્રાંબડીયા, રાઇટ ટુ રિકોલ પાર્ટીના ઈશ્વર સોલંકીની સાથે મળીને કુલ છ અપક્ષ ઉમેદવારો આરબ હાસમ, ગોરધન ગોહેલ ડાકી, નાથાભાઈ દેવેન્દ્ર મોતીવરસ, ભાવેશ બોરીચાગર અને વાઢેર દાનસિંગ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો. 

લોહાણા સમાજે કર્યો હતો વિરોધ

આ વખતે જૂનાગઢમાં જોરદાર ચૂંટણીનો માહોલ જામ્યો હતો. જૂનાગઢમાં આ વખતે અમુક પરિબળો ભાજપની સામે હતા. વેરાવળના તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસમાં નામ ઊડ્યા બાદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય એવી વાતો વહેતી થઈ હતી.  લોહાણા મહાપરિષદે વડાપ્રધાન મોદીને પત્ર લખી રાજેશ ચુડાસમાને ટિકિટ ન આપવા માગ કરી હતી. જોકે, પાર્ટીએ ફરી તેમના પર વિશ્વાસ મુક્યો હતો અને તેમને ટિકિટ આપી હતી. 

ચગ પરિવાર સાથે ચુડાસમાએ કર્યું હતું સમાધાન

જે બાદ લોહાણા સમાજે સભા યોજીને રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો.  ટિકિટ આપતા લોહાણા સમાજે રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. જોકે, બાદમાં ચગના પરિવાર અને રાજેશ ચુડામસા વચ્ચે સમાધાન થયું હતું. સ્વ.ડો અતુલ ચગના દીકરાએ વીડિયો મેસેજ દ્વારા રાજેશ ચુડાસમા સાથે સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું. 

ઘણા વર્ષોથી જૂનાગઢ બેઠક પર ભાજપનો દબદબો

જૂનાગઢ બેઠક વિશે વાત કરીએ તો કેટલાંક વર્ષોથી અહીં ભાજપનો દબદબો છે. 1991માં ભાજપના ભાવનાબેન ચીખલિયા સળંગ ચાર ચૂંટણી જીત્યા હતા. 

જૂનાગઢમાં 2009થી જીતે છે ભાજપ

છેલ્લી ત્રણ ચૂંટણીથી અહીં ભાજપ જીતતું આવે છે. વર્ષ 2009માં ભાજપના દીનુ સોલંકીએ કોંગ્રેસના જશુ બારડને હરાવ્યા હતા. તો 2014માં ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના પૂજા વંશને 1.35 લાખ મતથી હરાવ્યા હતા.  વર્ષ 2019માં ભાજપના રાજેશ ચુડાસમાએ ફરી કોંગ્રેસના પૂંજા વંશને હરાવ્યા હતા. 

    follow whatsapp