Sonia Gandhi Statement on Exit Poll : દેશભરમાં લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થઈ ગઈ છે અને આ અંગેના એક્ઝિટ પોલ પણ સામે આવ્યા છે. જ્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે 4 જૂને પરિણામોની રાહ જોવાનું કહ્યું હતું.
ADVERTISEMENT
4 જૂને પરિણામની રાહ જુઓ : સોનિયા ગાંધી
સોનિયા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તેમને DMK ઓફિસમાંથી બહાર નીકળતા જોઈ શકાય છે. આ દરમિયાન સોનિયા ગાંધીને એક્ઝિટ પોલ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જવાબમાં તેણે કહ્યું, 'આપણે માત્ર રાહ જોવી પડશે.'
આપને જણાવી દઈએ કે, સોનિયા ગાંધી કરુણાનિધિને તેમની જન્મશતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીમાં ડીએમકે ઓફિસ પહોંચ્યા હતા. અહીં તેમને એક્ઝિટ પોલમાં વિશે પૂછવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધી અને કેજરીવાલે શું કહ્યું હતું?
આ સિવાય એક્ઝિટ પોલ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, 'ગઈકાલે આવેલા તમામ એક્ઝિટ પોલ નકલી છે.' તો રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલ અંગે કહ્યું હતું કે, 'આ એક્ઝિટ પોલ નથી. તેનું નામ મોદી મીડિયા પોલ છે. આ મોદીજીનો મત છે. આ તેમનું કાલ્પનિક મતદાન છે.' જ્યારે તેમને ઈન્ડિયા એલાયન્સની સીટોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, 'શું તમે સિદ્ધુ મૂસેવાલાનું ગીત 295 સાંભળ્યું છે? 295.'
ADVERTISEMENT