લોકસભાની ચૂંટણીલક્ષી પ્રચાર કાર્ય જોરશોરમાં કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં ITI કોલેજ નજીક આવેલી સોસાયટીના રહીશો પોતાની વર્ષો જૂની રોડ બનાવવાની માંગણીને લઈ આક્રોશ સાથે સક્રિય થયા છે. સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર અને મતદાન નહીં કરવાના બેનરો સોસાયટીના પ્રવેશ માર્ગ સહિત ઠેર ઠેર લગાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT