Surat News: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. હાલમાં જ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને યુવા નેતાઓ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ભાજપમાં જોડાઈ ગયા. બંને નેતાઓના ભાજપમાં જોડાવાથી ભાજપમાં જ હવે નારાજગી જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્યએ કુમાર કાનાણીએ ખુલીને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી અને નારાજગીને દર્શાવી હતી. તેઓએ કહ્યું હતું કે, હું મારા સિદ્ધાંત નહીં છોડું. પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય છે.
ADVERTISEMENT
આ મામલે ભાજપમાં સામેલ થયેલા અલ્પેશ કથીરિયાએ મીડિયાને જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ કુમાર કાનાણીની વાતથી સહમત છે, તેઓ ભૂતકાળમાં પણ કુમાર કાનાણીના આશીર્વાદ લેતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ આશીર્વાદ લેતા રહેશે વધુમાં અલ્પેશ કથીરિયા શું કહ્યું સાંભળો...
ADVERTISEMENT