Lok Sabha Election: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે ગુજરાતમાં ભરૂચ બેઠક સૌથી વધુ ચર્ચિત છે. તેની પાછળનું એક કારણ તો છે કે આ બેઠક પર આપ અને કોંગ્રેસે INDIA ગઠબંધનણી જાહેરાત કરી છે અને ઉમેદવાર તરીકે આપના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેરાત કરી છે. તો બીજું કારણ એવું છે કે આ બેઠક પર ત્રિકોણીય જંગ જામશે. ઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી પાર્ટી (BAP)ના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
ADVERTISEMENT
ભરૂચ બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળશે
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કે જે સતત 6 ટર્મથી જીતતા આવ્યા છે અને વધુ એક વખત ભાજપે તેને ઉમેદવાર જાહેર કર્યા છે. તો I.N.D.I.A. ગઠબંધન તરફથી આપના ચૈતર વસાવા છે અને હવે દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાએ બીએપીના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એટલે હવે ગુજરાતની આ બેઠક પર આપણને ત્રિકોણીય જંગ જોવા મળશે.
આ પણ વાંચો:- રિવાબા જાડેજા ક્યાં ખોવાઈ ગયા? રૂપાલા વિવાદ વચ્ચે ક્ષત્રિયાણીનો MLA મેડમને સવાલ
ભરૂચ પર કોંગ્રેસથી ભાજપમાં સત્તા પરિવર્તન
ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 1957થી 2019 સુધી એક પેટાચૂંટણી સહિત લોકસભાની કુલ 17 ચૂંટણી થઈ છે, જેમાંથી 10 વાર ભાજપની અને 7 વાર કોંગ્રેસના ફાળે આ બેઠક ગઈ છે. જો કોંગ્રેસના શાસનની વાત કરવામાં આવે તો 1984 સુધી આ બેઠક તેમનું એકહથ્થું શાસન હતું. પરંતુ ત્યારબાદ એટલે કે 1989 થી આ બેઠક પર કોંગ્રેસ પાછી સત્તા પર આવી શકી નથી. છેલ્લાં 30 વર્ષથી એટલેકે 6 ટર્મથી આ બેઠક પર ભાજપ જ સત્તા પર છે.
ADVERTISEMENT