Parshottam Rupala Controversy: લોકસભાની ચૂંટણી આડે હવે થોડા દિવસો છે ત્યારે ગુજરાતની કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. એવામાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ભડકેલો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપને દઝાડી રહ્યો છે. પહેલાં આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી પણ આ રોષ વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે. આ મામલે હવે સી.આર પાટીલની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આજે સી.આર પાટીલના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર પાટીલે પરસોત્તમ રૂપાલા માટે બે હાથ જોડીને માફી માંગી.
ADVERTISEMENT
ADVERTISEMENT