Rahul Gandhi LoP: લોકસભા ચૂંટણીમાં 99 સીટોં જીતીને કોંગ્રેસ હવે સંસદમાં વિપક્ષના નેતા પદ માટે તૈયાર દેખાય છે.રાહુલ ગાંધી ઈલેક્શન કેમ્પેઇનના સૌથી ખાસ ચહેરા રહ્યા છે, જેમના નામ પર ચૂંટણી લડવામાં આવ્યું. એવું પણ થઈ શકે કે એજ અપોજિશન લીડર (LoP) બનેં.જો કે,સાંસદનું આ ખૂબ જ શક્તિશાળી પદ 2014થી ખાલી છે.
ADVERTISEMENT
18મી લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, અને NDA ભાજપના નેતૃત્વમાં નવી સરકાર બનાવવા માટે તૈયાર છે. પાછલી બે ચૂંટણી કરતા આ વખતે વિપક્ષ મજબૂત રીતે સામે આવ્યું છે, ભલે તેઓ સરકાર બનાવવા માટેના આંકડા સુધી પહોંચી શક્યા નથી. અત્યારે એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે નવી સરકારમાં વિપક્ષ લીડરનું પદ આ વર્ષે ખાલી નહીં રહે, જે 2014થી ખાલી છે. રાહુલ ગાંધી આ પદના સૌથી મોટા દાવેદાર માનવા આવે છે.
સૌથી જૂની પાર્ટીના આ વખતના સારા પ્રદર્શનનો શ્રેય રાહુલ ગાંધીને દેતા બધા નેતાઓની માંગ છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બને. ત્યારે આ પદનો શું મતલબ છે અને શા માટે વિપક્ષ હોવા છતાં પાછલી બે લોકસભાઓથી તે ખાલી પડ્યું હતું, જુઓ ખાસ અહેવાલમાં.
કેટલા અધિકાર અને સુવિધાઓ?
લીડર ઓફ ઓપોઝિશન એક કેબિનેટ સ્તરની પોસ્ટ છે, જે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. શરૂઆતમાં આવી કોઈ ઔપચારિક પોસ્ટ નહોતી. વર્ષ 1969માં વિપક્ષી નેતાને ખૂબ સહમતિ આપવામાં આવી હતી અને તેમના અધિકારો નક્કી કરવામાં આવ્યા હતા. આ પદ પર બેઠેલા નેતાને કેબિનેટ મંત્રી સમાન પગાર, ભથ્થાં અને અન્ય સુવિધાઓ મળે છે.
આ મજબૂત એજન્સીઓના લીડર પસંદ કરવામાં સહયોગ
LoP ફક્ત સાંસદમાં વિપક્ષનો ચેહરો નથી, પણ કેટલીક જરૂરી કમિટીઓના સદસ્ય પણ હોય છે. આ કમિટીઓ કેટલીક સેન્ટ્રલ એજન્સીઓના પ્રમુખ પસંદ કરવાનું કામ કરે છે. જેમકે, ED અને CBI. સેંટ્રલ ઈન્ફોર્મેશન કમિશન અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ચીફના ચૂંટણીમાં પણ વિપક્ષ લીડરનો સહયોગ હોય છે.
વર્ષ 2014થી કેમ નથી LoP?
10 વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં યુપીએને ભાજપની આગેવાનીવાળા એનડીએથી કારમો પરાજય મળ્યો હતો. લોકસભામાં તે ફ્કત 44 સીટો પર જ સીમિત રહ્યા. નિયમ અનુસાર વિપક્ષના નેતા બનવા માટે કોઈ પણ પાર્ટી પાસે લોકસભામાં 10 ટકા સીટો હોવી જોઇએ. કોંગ્રેસને આના માટે 54 સાંસદોની જરુર હતી. આ જ કારણ છે કે લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજને વિપક્ષના નેતાનો દરજ્જો આપવામાં ઇનકાર કરીને કહ્યું કે, કોંગ્રેસ ભલે સૌથી મોટો વિપક્ષ છે, પણ આ પદ ભરવા માટે પૂરતી સંખ્યા નથી.
પાછલી લોકસભામાં કોંગ્રેસનું પ્રદર્શન થોડું સારૂ રહ્યું, પણ તેમ છતાં 54 સીટોથી પાછળ રહી. અધીર રંજન ચૌધરીને કોંગ્રેસના નેતા બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં કોઈ વિપક્ષના નેતા બની શક્યું નથી. આ ચૂંટણીમાં અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળના બહરામપુર લોકસભા સીટથી હારી ગયા.
શું રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે?
આ કોઈ નવી માંગણી નથી. વર્ષ 2014માં કોંગ્રેસ નેતાઓની માંગ હતી કે રાહુલ સાંસદમાં પાર્ટીનું નેતૃત્વ કરે. આ જ માંગ વર્ષ 2019માં થઈ, પણ રાહુલ ગાંધીએ ના પાડી. તેમણે છેલ્લી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પણ છોડી દીધું હતું, જે તેમને 2017માં સોનિયા ગાંધી પાસેથી મળ્યું હતું.
આ વખતે પણ કોંગ્રેસ વિપક્ષમાં છે, પણ વાત થોડી અલગ છે. આ વખતે તેમને પોતાના દમ પર 99 સીટો મળી છે, જે એક દમદાર વિપક્ષ છે. એટલે આ વખતે વિપક્ષના નેતા બને તેવી ખાતરી છે. કોંગ્રેસના નેતાઓ સતત રાહુલ ગાંધીને આ પદ સંભાળવા કહી રહ્યા છે. સોશિયલ પ્લેટફોમ એક્સ પર આ જ વાત થઈ રહી છે. વિપક્ષી નેતાઓ પણ આ જ વાત કરી ચૂક્યા છે.
જો રાહુલના નામ પર સહમતિ બને અને તે રાજી થઈ જાય તો વિપક્ષના નેતા તરીકે, તે પીએમ મોદીને સીધા સવાલ કરી શકશે. આ ભૂમિકા દરમિયાન તેમણે પીએમ અને લોકસભા અધ્યક્ષ સાથે નિયમિત સંપર્કમાં રહેવું પડશે. મુખ્ય રીતે આ પદ અસહમતી વ્યક્ત કરવા અને શાસક પક્ષને ટ્રેક પર રાખવા માટે છે.
જો રાહુલ ઈનકાર કરે તો શું થશે?
જો રાહુલ ગાંધી વિપક્ષ લીડર બનવા તૈયાર ન હોય તો બીજા નામ લાઈનમાં છે. આમા કોંગ્રેસ લીડર શશિ થરૂર, મનીષ તિવારી, કેજી વેણુગોપાલ અને ગૌગવ ગોગોઈ જેવી નામો છે. અત્યારે તો ખડ઼ગે રાજ્યસભાનાં LoP છે. સાથે જ વેણુગોપાલા પણ દક્ષિણથી છે. આવામાં થઈ શકે કે બંને જગ્યાએ એક જ વિસ્તારના નેતાઓ રાખવાનું ટાળવામાં આવે.
ADVERTISEMENT