Loksabha Election 2024: લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય ગતિવીધીઓ તેજ થઈ છે. ભાજપ આવતી કાલ સુધીમાં તેણી ત્રીજી યાદી જાહેર કરી શકે છે. જેને લઈ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના દાવેદારોનાં નામો અંગે ચર્ચા પણ કરી છે. જોકે, ત્રીજી યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
ADVERTISEMENT
આ બે સીટો પર ઉમેદવારોના નામ બદલાશે!
ગુજરાત ભાજપમાં ક્યાંકને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.વડોદરામાં રંજનબેન ભટ્ટને ત્રીજીવાર ઉમેદવાર બનાવવાની જાહેરાત થતાં જ રાજકીય કાવા-દાવા અને તેના વિરુદ્ધ પોસ્ટરો લગાવની શરૂઆત થઈ ચૂકી છે.પહેલા વડોદરાનાં પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાની નારાજગી બાદ કેતન ઇનામદારે કરેલા રાજકીય ડ્રામાને કારણે વડોદરા લોકસભા ઉમેદવાર બદલાવાની ચર્ચા ચાલી છે. એવામાં એક મોટા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે, ભાજપ બનાસકાંઠા અને વલસાડ સીટના ઉમેદવાર બદલવાની તૈયારી કરી રહ્યું છે.
બનાસકાંઠા સીટ પર બદલાશે ચહેરો!
ભાજપે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસે મજબૂત ઠકોર સમાજનો ચહેરો ગેનીબેન ઉતાર્યાં છે, જેને પગલે આ સીટ અત્યારથી જ ચર્ચામાં આવી છે. પરંતુ એવામાં માહિતી સામે આવી રહી છે કે અઅ બેઠક પર કોઈ સ્થાનિક ઉમેદવારને પ્રોજેક્ટ કરે એવી શક્યતા છે.
અનંત પટેલને ટક્કર આપવા ભાજપ ઉમેદવાર બદલાવશે
બનાસકાંઠા સિવાય વલસાડ બેઠક પર પણ ઉમેદવારનું નામ બદલાય શકે તેવી સંપૂર્ણ સંભાવના દેખાય રહી છે. ભાજપ ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિકને તક આપે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જ્યારે તેની સામે કોંગ્રેસના અનંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ વારંવાર ધવલ પટેલ સ્થાનિક ન હોવાની વાતને મુદ્દો બનાવી પ્રચાર કરી રહ્યા છે. ધવલ પટેલ મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની છે તેમજ તેઓ છેલ્લાં 30 વર્ષથી સુરતમાં રહે છે. તેઓ પ્રચાર દરમિયાન કહે છે કે હું વલસાડનો જમાઈ છું.
ADVERTISEMENT