વડોદરામાં સાંસદ બાદ હવે CM અને પાટીલ વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા, પોલીસ તપાસમાં કોનું નામ ખૂલ્યું?

Vadodara Politics: વડોદરામાં ભાજપના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોરની ઘટના સામે આવી હતી. હવે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ પણ પોસ્ટરો લાગ્યાની ઘટના સામે આવી છે.

Vadodara News

Vadodara News

follow google news

Vadodara Politics: વડોદરામાં ભાજપના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોરની ઘટના સામે આવી હતી. હવે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ પણ પોસ્ટરો લાગ્યાની ઘટના સામે આવી છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, CM અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી?

આ પણ વાંચો: Lok Sabha Elections: ગુજરાતની આ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો કર્યા ફાઈનલ, જુઓ કોને-કોને ઉતારશે મેદાનમાં

પોસ્ટર લગાવવામાં કોણ પકડાયું?

વિવિધ વિસ્તારમાં પોસ્ટર્સની ઘટના સામે આવ્યા બાદ વહેલી સવારમાં તેને ઉતારી લેવામાં આવ્યા હતા અને પોલીસ તથા ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક સીસીટીવીમાં બેથી ત્રણ જેટલા શખ્સો રાત્રે આ પોસ્ટર લગાવતા જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હરીશ ઓડને પકડી લીધા છે. 

આ પણ વાંચો: BIG BREAKING: ગુજરાતમાં વધુ એક પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ, હવે ક્યારે યોજાશે?

સવારે સાંસદ વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા હતા

નોંધનીય છે કે, આ પહેલા સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ કારેલીબાગ વિસ્તારમાં કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે, મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીં. જ્યારે ગુજરાતીમાં અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે, વડોદરાનો વિકાસ ક્યાં ગયો? કોના ઘરમાં કે ગજવામાં? જનતા માંગે છે તપાસ. તો અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે, સત્તાના નશામાં ચૂર 'ભાજપા' શું કોઈને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિઃસહાય કેમ કે જનતા મોદીપ્રિય...

    follow whatsapp