કોંગ્રેસના ઉમેદવારે માતાજીના માંડવામાં ધુણતા ધુણતા સાંકળ મારી, લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ

Surendranagar News: સુરેન્દ્રનગર લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઋત્વિક મકવાણા માતાજીના માંડવામાં ધુણતા ધુણતા પોતાને પીઠ પર સાંકળો મારતા દેખાય છે.

Lok Sabha Election

Lok Sabha Election

follow google news

Surendranagar News: લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં માહોલ જામી ચૂક્યો છે. મતદારો સુધી પહોંચવા અને તેમને આકર્ષવા ઉમેદવારો કંઈપણ કરવા તૈયાર છે. આ વચ્ચે સુરેન્દ્રનગર લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઋત્વિક મકવાણા માતાજીના માંડવામાં ધુણતા ધુણતા પોતાને પીઠ પર સાંકળો મારતા દેખાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો હાલ વાઈરલ થયો છે, જોકે ગુજરાત તક તેની પુષ્ટિ કરતું નથી.

ઋત્વિક મકવાણાએ પીઠ પર સાંકળો મારી

વિગતો મુજબ, લીંબલી ગામમાં શેખવાહાપીર દાદાની પુણ્યતિથિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પર હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર ઋત્વિક મકવાણાએ ધુણતા ધુણતા પોતાની પીઠ પર સાંકળો મારી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેમના પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ખાસ છે કે, લોકસભાની ચૂંટણી ગુજરાતમાં 7 મેના રોજ યોજાઈ રહી છે. એવામાં ઉમેદવાર મતદારોને રીઝવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. એવામાં ઋત્વિક મકવાણા પણ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા તેનો વીડિયો વાઈરલ થયો છે. 

 

    follow whatsapp