Rajkot: ક્ષત્રિય આંદોલનમાં ફાંટા પડ્યા! પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર લગાવ્યા ગંભીર આરોપ

ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ મીડિયા સામે આવીને સંકલન સમિતિ પર આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલન રાજકીય થઈ ગયું હોવાનું કહી દીધું હતું.

Padminiba Vala

Padminiba Vala

follow google news

Rajkot News: રાજકોટની બેઠક પરથી ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓના વિરોધની ખબરો વચ્ચે હવે આ આંદોલનમાં બે ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ મીડિયા સામે આવીને સંકલન સમિતિ પર આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલન રાજકીય થઈ ગયું હોવાનું કહી દીધું હતું.

સંકલન સમિતિ પર પદ્મિનીબાના આરોપ

રાજકોટમાં પદ્મિનીબા વાળાએ પતિ દ્વારા માર માર્યાની વાતને નકારીને તેમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે,  "જ્યારથી મેં સંકલન સમિતિ સામે બોલવાનું શરૂ કર્યું છે ત્યારથી મને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સંકલન સમિતિના સભ્યોને બેસ્ટ ઓફ લક. રાજકોટમાં જે મહાસંમેલન થયું તેમાં પણ મારું અપમાન કરવામાં આવ્યું હતું. સંકલન સમિતિ ઇચ્છે છે કે હું ઘરે બેસું. સંકલન સમિતિએ જે કરવું હોય એ કરી લે,હું તો બહાર નીકળીશ.

'મોદી સાહેબનો વિરોધ યોગ્ય નથી'

ક્ષત્રિય આંદોલન વિશે પદ્મિનીબાએ કહ્યું, "આંદોલન રાજકીય થઈ ગયું છે, કોંગ્રેસને સમર્થનની વાત ક્યાંથી આવી? કોંગ્રેસ આમાં ક્યાંય હતી જ નહીં." તો રૂપિયા લઈને શાંત થઈ જવાની વાત પર તેમણે કહ્યું કે, "સંકલન સમિતિ દ્વારા મને બદનામ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે,પ્રૂફ લઈ આવો. મોદી સાહેબનો વિરોધ યોગ્ય નથી, મોદી સાહેબે ગરીબો અને મહિલાઓ માટે બહુ કર્યું છે. 
 

 

(ઈનપુટ: રોનક મજિઠિયા, રાજકોટ)
 

    follow whatsapp