Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન 19 એપ્રિલના રોજ થવાનું છે. એવામાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજવાનું છે. જેને લઈ સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે જાહેર રજા રહેશે. આગામી 7 મેનાં રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પરિપત્રમાં આપવામાં આવેલ વિગતો
ભારત સરકારના ગૃહ મંત્રાલયના 8મી મે, 1968ના જાહેરનામા ક્રમાંકઃ 391/68/જેયુડીએલ-3 સાથે વાંચતાં, સને 1881ના વટાઉખત અધિનિયમ (1881 ના 26 મા) ની કલમ-25ના ખુલાસાને અનુસરીને ગુજરાત સરકાર લોકસભાની સામાન્ય ચુંટણી અને ગુજરાત વિધાનસભાની 26-વિજાપુર, 108 - ખંભાત, 136-વાધોડીયા, 85- માણાવદર અને 83 પોરબંદરની ખાલી પડેલ 5 (પાંચ) બેઠકો માટેની પેટા ચુંટણીના કારણે, મંગળવાર તારીખ 7મી મે, 2024 /17, વૈશાખ, 1946ના દિવસે ગુજરાત રાજયમાં જાહેર રજા તરીકે જાહેર કરે છે.
સને 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સને 1996ના લોક પ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135-બી(૩) અનુસાર નોંધાયેલ મતદાર જે મતવિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યાં સામાન્ય કે' પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તો પણ તેવા મતદાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(b)(1) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે.
આ પણ વાંચો:- લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ… જાણો શું છે ઘરઆંગણે વોટિંગ, કોને અધિકાર મળે છે?
સાત તબક્કામાં થશે મતદાન
તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
તબક્કો 3: 7 મે 2024 મતદાન
તબક્કો 4: 13 મે 2024 મતદાન
તબક્કો 5: 20 મે 2024 મતદાન
તબક્કો 6: 25 મે 2024 મતદાન
તબક્કો 7: 1 જૂન 2024 મતદાન
ચૂંટણી પરિણામ: 4 જૂન 2024
ADVERTISEMENT