PM Modi in Varanasi: વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજતક સાથે ખાસ વાતચીત કરી. પીએમ મોદીએ કહ્યું, માતા ગંગાએ મને અહીં બોલાવ્યો છે. માતા ગંગાએ મને દત્તક લીધો છે. આ દરમિયાન માતા હીરાબાને યાદ કરીને PM મોદી ભાવુક થઈ ગયા હતા. PMએ કહ્યું, મારી માતાના મૃત્યુ પછી ગંગા જ મારી માતા છે. તેમણે કહ્યું, 10 વર્ષ પહેલા અહીં પ્રતિનિધિ બનવા માટે આવ્યો હતો. 10 વર્ષમાં તે નાગરિકો અને કાશીના લોકોએ મને થોડા જ સમયમાં બનારસનો બનાવી દીધો છે.
ADVERTISEMENT
PMએ કહ્યું કે, લોકોનો પ્રેમ જોઈને મને લાગે છે કે મારી જવાબદારીઓ અને ઉત્તરદાયિત્વ દરરોજ વધી રહ્યું છે. હું દરેક કામને ભગવાનની પૂજા માનું છું. હું દરેક કામને ભગવાનની આરાધની સમજીને કરું છું. જનતા જનાર્દનને ભગવાનનું સ્વરૂપ માનું છે. પીએમ મોદીએ કહ્યું કે, જનતા મારા માટે ભગવાનનું સ્વરૂપ છે.
'દેશવાસીઓને ભગવાન માનું છું'
PMએ કહ્યું કે કદાચ ભગવાને જ મને કોઈ કામ માટે મોકલ્યો છે. ભગવાને મને ભારત ભૂમિ માટે પસંદ કર્યો છે અને એક રીતે હું તમામ સંબંધોથી અળગા રહીને દરેક કાર્યને ભગવાનની પૂજા સમજીને કરું છું. હું 140 કરોડ દેશવાસીઓને ભગવાનનું સ્વરૂપ માનું છું. ભગવાને મને જે પણ જીવન આપ્યું છે, તેની દરેક ક્ષણ અને મારા શરીરનો દરેક કણ માત્ર મા ભારતી માટે છે.
માતાએ મને હંમેશા બે વસ્તુ યાદ રાખવા કહી હતી
પીએમ મોદીએ હીરાબાને યાદ કરતા કહ્યું કે, માતા મને હંમેશા પૂછતા હતા કે હું કાશી વિશ્વનાથ જાઉં છું કે નહીં? જ્યારે માતા 100 વર્ષના થયા અને હું તેમના જન્મદિવસ પર તેમને મળવા ગયો ત્યારે તેમણે મને કહ્યું કે જીવનમાં હંમેશા બે બાબતોનું ધ્યાન રાખજે. લાંચ લેવી નહીં અને ગરીબોને ભૂલવા નહીં. કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.
PMએ સ્પષ્ટપણે કહ્યું કે રામ મંદિર પહેલા ચૂંટણીમાં મુદ્દો ન હતો અને ભવિષ્યમાં પણ રહેશે નહીં. રામ મંદિર આદરનો મુદ્દો છે. ચૂંટણીનો નહીં.
'રાહુલ ગાંધી વાયનાડથી પણ ભાગ્યા'
PMએ કહ્યું, દેશે કહ્યું છે કે 400 પાર કરો. અમે 400ને પાર કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેમણે કહ્યું કે, યુપીમાં કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે. ગાંધી પરિવાર માત્ર મીડિયા માટે મહત્વપૂર્ણ પરિવાર છે. રાહુલ ગાંધી વાયનાડથી પણ ભાગી ગયા છે. કેરળ પણ હવે રાહુલ ગાંધીને ઓળખી ચુક્યું છે. અમેઠીમાંથી હાર્યા તો ક્યારેય અમેઠી ગયા નહોતા. યુપીની જનતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ઓળખી ગઈ છે.
ADVERTISEMENT