VIDEO : 'અમે હાર્યા ક્યાં છીએ ભાઈ, આ NDAનો મહાવિજય છે', વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન

Gujarat Tak

07 Jun 2024 (अपडेटेड: Jun 7 2024 2:36 PM)

રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સંસદીય દળના નેતા તરીકે નરેન્દ મોદીને ચૂંટાયા છે. 9 જૂને તેઓ પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ભાજપ નેતા રાજનાથ સિંહે લોકસભામાં NDA અને ભાજપ નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો. ત્યારબાદ વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ, નિતિન ગડકરી, ચંદ્રબાબુ નાયડૂ, નીતીશ કુમાર, એકનાથ શિંદે સહિતના નેતાઓએ પ્રસ્તાવનું સમર્થન કર્યું.

PM Narendra Modi

PM Narendra Modi

follow google news

રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સંસદીય દળના નેતા તરીકે નરેન્દ મોદીને ચૂંટાયા છે. 9 જૂને તેઓ પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ભાજપ નેતા રાજનાથ સિંહે લોકસભામાં NDA અને ભાજપ નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો. ત્યારબાદ વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ, નિતિન ગડકરી, ચંદ્રબાબુ નાયડૂ, નીતીશ કુમાર, એકનાથ શિંદે સહિતના નેતાઓએ પ્રસ્તાવનું સમર્થન કર્યું.

'NDA ભારતના ઈતિહાસનું સૌથી સફળ પ્રી-પોલ એલાયન્સ'

આ દરમિયાન કાર્યવાહક વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં શરૂઆત કરતા કહ્યું કે, 'દેશને NDA પર ભરોસો છે. NDA હિન્દુસ્તાનનું સૌથી મોટા સફળ પ્રી-પોલ એલાયન્સ છે. હું હૃદયથી સૌનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરું છું. ખુશીની વાત છે કે આટલા મોટા ગ્રુપનું સ્વાગત કરવાનો મને અવસર મળ્યો છે. જે સાથી વિજય થઈને આવ્યા છે, તેઓ તમામ અભિનંદનના અધિકારી છે. મારું મોટું સૌભાગ્ય છે. NDAના નેતા તરીકે આપ સૌ સાથીઓએ સર્વસંમતિથી પસંદગી કરીને નવું દાયિત્વ સોંપ્યું છે અને તેના માટે હું તમારો ખુબ ખુબ આભારી છું.'

'આપણી વચ્ચે વિશ્વાસનો સેતુ અતૂટ છે'

પીએમ મોદીએ કહ્યું કે, 'વ્યક્તિગત જીવનમાં હું જવાબદારીનો અહેસાસ કરું છું. 2019માં મેં એક વાત પર ભાર આપ્યો હતો વિશ્વાસ. જ્યારે તમે મને ફરી એકવાર આ જવાબદારી સોંપો છો તો તેનો મતલબ છે કે આપણી વચ્ચે વિશ્વાસનો સેતુ અતૂટ છે. આ અતૂટ સંબંધ વિશ્વાસનો મજબૂત પાયો છે. આ સૌથી મોટી મૂડી હોય છે. આપ સૌ માટે જેટલો આભાર વ્યક્ત કરું, એટલો ઓછો છે.'

NDA માટે કહ્યું- મહાન લોકશાહીની તાકાત જુઓ

પીએમ મોદીએ કહ્યું કે, 'ખુબ ઓછા લોકો એ વાતની ચર્ચા કરે છે, તેમને કદાચ સૂટ નથી કરતી. આટલી મહાન લોકશાહીની તાકાત જુઓ. NDAને આજે દેશના 22 રાજ્યોમાં લોકોએ સરકાર બનાવીને સેવાનો મોકો આપ્યો છે. આપણું ગઠબંધન સાચા અર્થમાં ભારતની અસલી આત્મા, ભારતના મૂળમાં જે રહેલું છે, તેનું પ્રતિબિંબ છે. આપણા દેશમાં 10 એવા રાજ્ય છે, જ્યાં આદિવાસી બંધુઓની સંખ્યા ખુબ છે, નિર્ણાયક રીતે છે. જ્યાં આદિવાસીઓની વસ્તુ વધારે છે, તેવા 10 રાજ્યોમાંથી સાત NDA સેવા કરી રહ્યા છે. આપણે સર્વધર્મ સમભાવ વાળા બંધારણને સમર્પિત છીએ. ગોવા હોય, પૂર્વોત્તર હોય, જ્યાં મોટી સંખ્યામાં ઈસાઈ ભાઈ-બહેન રહે છે, તે રાજ્યોમાં પણ NDAના રૂપમાં અમને સેવા કરવાનો મોકો મળ્યો છે.'

'દેશ ચલાવવા માટે સર્વમત ખુબ જરૂરી'

પીએમ મોદીએ કહ્યું કે, 'હિન્દુસ્તાનના રાજકીય ઇતિહાસમાં ગઠબંધનની રાજનીતિના ઇતિહાસમાં ચૂંટણી પહેલા ગઠબંધન ક્યારે મજબૂત નથી થયું, જેટલું NDA થયું છે. આ ગઠબંધનની જીત છે. અમે બહુમતી હાંસલ કરી છે. હું અનેકવાર કહી ચૂક્યો છું. સરકાર ચલાવવા માટે બહુમતી જરૂરી છે, લોકશાહીનો તે એક સિદ્ધાંત છે. દેશ ચલાવવા માટે સર્વમત ખુબ જરૂરી હોય છે. હું આજે દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે તમે જે રીતે બહુમતી આપીને સરકાર ચલાવવાનું સૌભાગ્ય આપ્યું છે, આપણા સૌની જવાબદારી છે કે સર્વમતનું સન્માન કરીને દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ. હું કહી શકું છું કે, આ સફળ ગઠબંધન છે. પાંચ વર્ષનો કાર્યકાળ હોય છે, પરંતુ આ ગઠબંધને ત્રીસ વર્ષમાં પાંચ-પાંચ વર્ષના ત્રણ કાર્યકાળ પૂર્ણ કર્યા છે અને ગઠબંધન ચોથા કાર્યકાળમાં પ્રવેશ કરી રહ્યું છે.'

'આગામી 10 વર્ષમાં વિકાસનો નવો અધ્યાય લખીશું'

પીએમ મોદીએ કહ્યું કે, 'NDA સરકારમાં અમે આગામી 10 વર્ષમાં ગુડ ગવર્નન્સ, વિકાસ, સામાન્ય માનવીય જીવનમાં સરકારની દખલ જેટલી ઓછી થાય એટલી ઓછી કરવાનો પ્રયાસ કરીશું. તેનાથી જ લોકશાહી મજબૂત થાય છે. આજના ટેક્નોલોજીના યુગમાં અમે બદલાવ ઈચ્છીએ છીએ. આપણે વિકાસનો નવો અધ્યાય લખીશું. ગુડ ગવર્નન્સનો અધ્યાય લખીશું. જનતા-જનાર્દનની ભાગીદારીનો નવો અધ્યાય લખીશું અને સૌ મળીને વિકસિત ભારતના સપનાને સાકાર કરતા રહીશું. ગત 10 વર્ષમાં અમે દેશને સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનું કામ કર્યું.'

'10 વર્ષમાં કોંગ્રેસ 100નો આંકડો પણ ન આંબી શકી'

વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ 100નો આંકડા સુધી પણ ન પહોંચી શકી.'

' અમે હાર્યા ક્યાં છીએ ભાઈ, આ NDAનો મહાવિજય છે. જીત પચાવવાનું જાણીએ છીએ'

પીએમ મોદીએ કહ્યું કે, 'જ્યારે 1 જૂને મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ અને 4 જૂને પરિણામ આવ્યા. આ વચ્ચે યોજનાબદ્ધ રીતે દેશને હિંસાની આગમાં હોમવાનું કામ કર્યું. તમે પહેલા ભારતની લોકશાહી વ્યવસ્થાનો અનાદર કરો છો, પછી આગ લગાવવાની વાત કરો છો. તેમણે સતત દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો. આ પરિણામ NDAનો મહાવિજય છે. તમે જોઈ હશે કે બે દિવસ બધુ કેવું ચાલ્યું. જેમ કે અમે હારી ચૂક્યા હોઈએ, અમે તો ગયા. તેમને હકીકતમાં પોતાના કાર્યકર્તાઓનું મનોબળ વધારવું હતું તો કાલ્પિનિક વાતો કરી. ગઠબંધનના ઇતિહાસમાં આંકડાઓના હિસાબથી જોઈએ તો આ ગઠબંધનની સૌથી મજબૂત સરકાર છે. પહેલા પણ NDA અને અત્યારે પણ NDA તો ભાઈ અમે હાર્યા ક્યાં છીએ. દેશવાસીઓ જાણે છે કે ન અમે હાર્યા હતા, ન હાર્યા છીએ, પરંતુ 4 જૂન બાદ અમારો જે વ્યવહાર રહ્યો છે, તે અમારો ઓળખ બતાવે છે કે અમે વિજય પચાવવાનું જાણીએ છીએ.'

આ પણ વાંચો - નરેન્દ્ર મોદીને અમારું સંપૂર્ણ સમર્થન : ચંદ્રબાબૂ નાયડૂ

    follow whatsapp