Prashant Kishor: રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકાય છે. રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ લાવી શકાય છે. ઈન્ડિયા ટુડે સાથેની એક મુલાકાતમાં, પ્રશાંત કિશોરે મોદી સરકારના ભ્રષ્ટાચાર વિરોધી નિવેદનમાં માળખાકીય અને ઓપરેશનલ ફેરફારોની ભવિષ્યવાણી કરી.
ADVERTISEMENT
પ્રશાંત કિશોરે કહ્યું, "મને લાગે છે કે મોદી 3.0 સરકાર ધમાકેદાર શરૂઆત કરશે. કેન્દ્રમાં સત્તા અને સંસાધન બંનેનું વધારે કોન્સટ્રેશન હશે. રાજ્યોની નાણાકીય ફાઈનાન્શિયલ ઓટોનોમી ઘટાડવાનો પ્રયાસ પણ થઈ શકે છે." 2014માં ભાજપ અને પીએમ મોદી માટે ચૂંટણી પ્રચારનું સંચાલન કરનાર પ્રશાંત કિશોરે કહ્યું કે, વડાપ્રધાન સામે કોઈ મોટો ગુસ્સો નથી અને ભાજપ લગભગ 303 બેઠકો જીતશે.
'પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવી શકાય છે'
રાજકીય વ્યૂહરચનાકાર કિશોરે જણાવ્યું હતું કે, રાજ્યો પાસે હાલમાં આવકના ત્રણ મુખ્ય સ્ત્રોત છે - પેટ્રોલિયમ, દારૂ અને જમીન. તેમણે કહ્યું કે, "જો પેટ્રોલિયમને GSTના દાયરામાં લાવવામાં આવે તો મને આશ્ચર્ય નહીં થાય." જો કે, હજુ પણ તેમના પર વેટ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગે છે.
પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાની ઉદ્યોગની લાંબા સમયથી માંગ છે. દેશના રાજ્યો આ માંગનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેનાથી રાજ્યોને રેવન્યુનું મોટું નુકસાન થશે.
ઉદાહરણ તરીકે, જો પેટ્રોલને GSTના દાયરામાં લાવવામાં આવે છે, તો તેનાથી રાજ્યોને કર નુકસાન થશે અને રાજ્યોએ તેમનો હિસ્સો મેળવવા માટે કેન્દ્ર પર વધુ નિર્ભર રહેવું પડશે. હાલમાં GST હેઠળ સૌથી વધુ ટેક્સ સ્લેબ 28% છે. પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણ પર 100% થી વધુ ટેક્સ લાગે છે.
રાજ્યો માટે કેટલાક નિયમો કડક બનાવી શકાય છે
પ્રશાંત કિશોરે એવી પણ ભવિષ્યવાણી કરી કે કેન્દ્ર રાજ્યોને સંસાધનોના વિતરણમાં વિલંબ કરી શકે છે. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM)ના નિયમો વધુ કડક બનાવી શકાય છે. 2003માં ઘડવામાં આવેલ FRBM કાયદો રાજ્યોની વાર્ષિક બજેટ ખાધ પર મર્યાદા લાદે છે. તેમણે ભવિષ્યણવાણી કરી કે, "કેન્દ્ર સંસાધનોના હસ્તાંતરણમાં વિલંબ કરી શકે છે અને રાજ્યોના બજેટ સિવાયના ઋણને કડક કરવામાં આવી શકે.
ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર સરકારનું વલણ શું હશે?
પ્રશાંત કિશોરે એવી પણ આગાહી કરી હતી કે ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ સાથે વ્યવહાર કરવામાં ભારતની દૃઢતા વધશે. તેમણે કહ્યું, "વૈશ્વિક સ્તરે, દેશો સાથે રાજદ્વારી વાટાઘાટો દરમિયાન ભારતની દૃઢતા વધશે." તેમણે કહ્યું કે, આક્રામક ભારતીય કૂટનીતિની આજકાલ રાજદ્વારીઓ વચ્ચે ચર્ચા છે.
ભાજપને 300 બેઠકો કેવી રીતે મળશે?
આજતક સાથે વાત કરતા પ્રશાંત કિશોરે આગાહી કરી છે કે ત્રીજી ટર્મમાં ભાજપને કેટલી સીટો મળવાની આશા છે. તેમણે ભાજપ માટે 300 બેઠકોનો અંદાજ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 2019ની ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો ક્યાંથી મળી? 303માંથી 250 બેઠકો ઉત્તર અને પશ્ચિમ ક્ષેત્રમાંથી આવી હતી."
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, "ભાજપ પાસે પૂર્વ અને દક્ષિણમાં લોકસભાની લગભગ 50 બેઠકો છે, તેથી એવું માનવામાં આવે છે કે પૂર્વ અને દક્ષિણમાં ભાજપની બેઠકોનો હિસ્સો વધી રહ્યો છે. અહીં 15-20 બેઠકો વધવાની અપેક્ષા છે, જ્યારે ઉત્તર અને પશ્ચિમમાં કોઈ નોંધપાત્ર નુકસાન થયું નથી."
ADVERTISEMENT