હવે પાટીદાર સમાજ ભાજપથી નારાજ, પાટણમાં BJP ઉમેદવારને હરાવવા પ્રતિજ્ઞા લીધી, Video વાઈરલ

Lok Sabha Election: પાટીદાર સમાજે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને હરાવવા માટે મોરચો ખોલી દીધો છે. પાટણમાં પાટીદાર સમાજના સંમેલનનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. 

Patan Patidar Community

Patan Patidar Community

follow google news

Lok Sabha Election: લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી જ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ એક બાદ એક નારાજગી સામે આવી રહી છે. પરશોત્તમ રૂપાલાના નિવેદનથી એકબાજુ ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે, તો હવે પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો છે અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને હરાવવા માટે મોરચો ખોલી દીધો છે. પાટણમાં પાટીદાર સમાજના સંમેલનનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો: Parshottam Rupala Statement : પરસોત્તમ રુપાલાની માફી છતાં ક્ષત્રિયો લાલઘુમ, ગુજરાતના રાજવી પરિવારે કર્યો બદનક્ષીનો દાવો

પાટીદાર આગેવાનોએ કોંગ્રેસને જીતાડવા શપથ લીધા

આ વાઈરલ વીડિયોમાં પાસના આગેવાન સતિષ પટેલ બોલતા દેખાઈ રહ્યા છે. તેઓ પાટીદાર અનામત આંદોલન વખતે કરેલા કેસનો બદલો લેવાની વાત કરી રહ્યા છે. PAASના આગેવાન પટેલ હોદ્દેદારોને શપથ લેવાડાવી રહ્યા છે કે, મા ઉમાના સોગંદ ખાઈને કહું છું કે 2015માં આ લોકોએ અમારા પર જે અત્યાચાર કર્યો હતો, તેનો હજુ અમે બદલો નથી લઈ શક્યા. પણ પાટણમાં જંગી બહુમતથી જીતાડી લોકસભામાં ચંદનજીને મોકલીને આપણે બદલો વાળીશું. બીજું કે એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટમાં પરિવર્તન કરશે. 

આ પણ વાંચો: Mukhtar Ansari ના મૃત્યુ બાદ ક્યા છે પત્ની અફસા? એક સામાન્ય મહિલા કેવી રીતે બની ‘મોસ્ટ વોન્ટેડ’?


 

    follow whatsapp