મોદીની ટીમમાં રાજનાથ, અમિત શાહ સહિત 30 કેબિનેટ મંત્રી, જુઓ આખી યાદી

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. આ સાથે તેઓ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કેબિનેટ મંત્રી બનનારા રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી સહિતના અનેક દિગ્ગજોના નામ છે.

Modi Cabinet

મોદી કેબિનેટ

follow google news

Modi Cabinet Ministers List : નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. આ સાથે તેઓ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કેબિનેટ મંત્રી બનનારા રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી સહિતના અનેક દિગ્ગજોના નામ છે. આમ, નરેન્દ્ર મોદીની ટીમમાં 30 નેતાઓએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે.

મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, એચડી કુમારસ્વામી, પીયૂષ ગોયલનું નામ સામેલ છે. આ સિવાય ધર્મેન્દ્ર પ્રધાન, જેડીયૂના કોટાથી લલન સિંહ, વીરેન્દ્ર કુમારને પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે.

કેબિનેટ મંત્રી પક્ષ
નરેન્દ્ર મોદી (પ્રધાનમંત્રી) ભાજપ
રાજનાથ સિંહ ભાજપ
અમિત શાહ ભાજપ
નીતિન ગડકરી ભાજપ
જેપી નડ્ડા ભાજપ
શિવરાજસિંહ ચૌહાણ ભાજપ
નિર્મલા સીતારમણ ભાજપ
એસ.જયશંકર ભાજપ
મનોહરલાલ ખટ્ટર ભાજપ
HD કુમારસ્વામી JDS
પીયૂષ ગોયલ ભાજપ
ધર્મેન્દ્ર પ્રધાન ભાજપ
જીતનરામ માંઝી HAM (S)
રાજીવ રંજન (લલન) સિંહ JDU
સર્બાનંદ સોનોવાલ ભાજપ

કિંજરાપુ રામ મોહન નાયડુ

TDP
પ્રહલાદ જોશી ભાજપ
ડૉ. વિરેન્દ્ર કુમાર ભાજપ
જુએલ ઓરામ ભાજપ
ગિરિરાજ સિંહ ભાજપ
અશ્વિની વૈષ્ણવ ભાજપ
જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ
ભુપેન્દ્ર યાદવ ભાજપ
અન્નપૂર્ણા દેવી ભાજપ
ગજેન્દ્ર સિંહ શેખાવત ભાજપ
કિરન રિજિજૂ ભાજપ
હરદીપસિંહ પુરી ભાજપ
મનસુખ માંડવિયા ભાજપ
ગંગાપુરમ કિશન રેડ્ડી ભાજપ
ચિરાગ પાસવાન LJP (R)
સીઆર પાટીલ ભાજપ

ભાજપના સાથી પક્ષોના આ નેતાઓએ લીધા કેન્દ્રીય મંત્રી પદના શપથ

ભાજપના સાથી પક્ષોમાં મંત્રી પદના શપથ લેનારા અન્ય નેતાઓમાં JLP (રામવિલાસ)ના ચિરાગ પાસવાન અને રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી સામેલ હતા. કુમારસ્વામી, માંઝી, રાજીવ રંજન સિંહ, રામ મોહન નાયડૂ, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. ભાજપના નેતૃત્વ વાળા NDAએ લોકસભા ચૂંટણીમાં ત્રીજી વખત જીત મેળવી છે.

જણાવી દઈએ કે, 4 જૂને આવેલા લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. જોકે, બહુમતના આંકડાથી ચૂકી ગઈ, પરંતુ NDAને બહુમત મળ્યું છે. સામાન્ય ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસે પોતાના પ્રદર્શનમાં સુધારો કરતા 99 બેઠકો જીતી છે.

    follow whatsapp