Lok Sabha elections Re-polling: આજે દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના પરથમ પુર ગામના 220 નંબર પર ફરી મતદાન શરૂ થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પણ શા માટે આ જગ્યાએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
જાણો ફરી મતદાન થવાનું કારણ
દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના પરથમ પુર ગામમાં આવેલ પ્રાથમિક શાળા પર બુથ નબર 220 પર ભારતના ચૂંટણી પંચના આદેશ બાદ આજે ફરી મતદાન કરવામાં આવી રહ્યું છે. તેનું કારણ છે કે આ બુથ પર 7 મેના રોજ થયેલા મતદાન દરમ્યાન વિજય ભાભોર નામના યુવકે મતદાન કરતી વખતે EVM સાથેનો વિડિયો બનાવી અસભ્ય વર્તન કર્યું હતું. આ વિડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને ત્યાર બાદ આ વાયરલ વિડિયોને લઈ ને દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી.
Gujarat Board 10th result 2024 Dhvani Bariya marksheet
તંત્રએ નિર્ભિક થઈ મતદાન કરવા અપીલ કરી
જેથી ચૂંટણી પંચ હરકતમાં આવી ગઇ હતું અને વાયરલ વીડિયોની તપાસ કરી અને વીડિયો વાયરલ કરનાર વિજય ભાભોર અને અન્ય એક ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વીડિયો વાયરલ કરનાર વિજય ભાભોર તેમજ ભાજપના બુથ એજન્ટ મગન ડામોરની ધરપકડ કરી હતી અને બીજી તરફ ભારત ના ચૂંટણી પંચ દ્વારા લોક પ્રતિનિધિત્વ કાયદા અનુસાર પરથમ પુર ગામના બુથ નંબર 220 મતદાન રદ કરવામાં કર્યું અને જાહેર કર્યું કે 11 મે એટલે કે આજ રોજ પુનઃ મતદાનમાં કરવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ પરથમ પુર ગામના 220 નબર ના બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ નવેસરથી મતદાન થઈ રહ્યું છે. આ બુથ પર 606 મહિલા મતદાર અને 618 પુરુષ મતદાર મળી 1224 મતદાર આજે ફરી મતદાન કરશે ત્યારે તંત્ર દ્વારા મતદારોને નિર્ભિક થઈ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT