Lok Sabha Elections Results 2024 Update: ગુજરાતમાંથી કોંગ્રેસની સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. બનાસકાંઠા સીટ પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. ચાલો તો જાણીએ કે ભાજપ ક્યા ચૂકી અને ગેનીબેનને શું થયો ફાયદો? બનાસની બહેનની સામે શા માટે બનાસની દીકરીની હાર થઈ છે તે માટે નીચે મુજબના કારણો જવાબદાર છે.
ADVERTISEMENT
ભાજપે શું ભૂલ કરી
- ગેનીબેનની લોકપ્રિયતાને ઓછામાં આંકી
- જ્ઞાતિગત સમિકરણ સેટ કરવામાં નિષ્ફળ
- આંતરિક વિખવાદને ખાળવામાં અસફળ
- એક જ સમાજને ટિકિટ આપતા નારાજગી વ્યાપાની ચર્ચા
- ક્ષત્રિયોના ઓછા મતની અવગણના કરવી ભારે પડી
- શંકર ચૌધરીના ડેરી સંસ્થાનમાં આધિપત્યથી લોકોમાં હતી નારાજગી
- લોકોની નારાજગી ગેનીબેન તરફ ખેચી ગયાની ચર્ચા
- પરબત પટેલથી નારાજ એક જૂથને ખાળવામાં નિષ્ફળ રહ્યાની ચર્ચા
Gujarat Election Results: બનાસની બેને ભાજપની જીતની હેટ્રીક રોકી, ગુજરાતમાં 10 વર્ષ બાદ કોંગ્રેસનું ખૂલ્યું ખાતું
કેટલુ મતદાન નોંધાયું હતું
બનાસકાઠા લોકસભા મતવિસ્તારમાં 67.44 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં વાવ મતવિસ્તારમાં 69.43 ટકા તો થરાદમાં 78.70 ટકા અને ધાનેરામાં 67.65, દાંતામાં 71.47 ટકા તો વડગામમાં 65.24 ટકા, પાલનપુરમાં 65.00 ટકા, ડિસામાં 65.42 ટકા, દિયોદરમાં 71.11 ટકા જ્યારે 55.38 ટકા મતદાન નોંધાયું હતું.
ADVERTISEMENT