વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ મતદાન નહીં કરી શકે, જાણો કારણ

Lok Sabha Election: આવતીકાલે લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે મતદાન થવાનું છે. જેમાં ગુજરાત સહિત 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે. સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થશે.

Lok Sabha Election

જાણો શું છે કારણ?

follow google news

Lok Sabha Election: આવતીકાલે લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે મતદાન થવાનું છે. જેમાં ગુજરાત સહિત 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે. સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે ગુજરાત વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આ વખતે તેના મતનો ઉપયોગ કરી શકશે નહીં.

જાણો શું છે કારણ?

ગુજરાતની વલસાડ બેઠક પરના બંને ઉમેદવારો જિલ્લા બહારના રહેવાસી છે. વલસાડ બેઠક પર કોંગ્રેસ તરફથી અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ બંને વચ્ચે જંગ જામ્યો છે. જેમાં અનંત પટેલ નવસારીના વાંસદા વિધાનસભા વિસ્તારમાં મતદાન કરશે અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું મતદાન સુરત બેઠક અંતર્ગત આવે છે. સુરત બેઠક બિનહરીફ થતાં ધવલ પટેલ મતદાન કરી શકશે નહીં.  

પીએમ મોદી સહિત આ નેતાઓ આપશે મતદાન 

ગુજરાતની  25 લોકસભા બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે આવતીકાલે સવારે 7.30 કલાકની આસપાસ વડાપ્રધાન મોદી મતદાન કરી શકે છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શીલજ ગામમાં મતદાન કરશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુરમાં આવેલી મ્યુનિસિપલ કચેરીએ મતદાન કરશે.
 

    follow whatsapp