Lok Sabha Election: અમદાવાદમાં મતદાન કરતા પહેલા PM મોદી કોને પગે લાગ્યા? જાણો કોણ છે આ વ્યક્તિ

Lok Sabha Election: ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન કર્યું હતું.

Lok Sabha Election

મતદાન પહેલા કોને પગે લાગ્યા PM મોદી?

follow google news

Lok Sabha Election: ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેસરી કલરની કોટી પહેરીને સામાન્ય વ્યક્તિને જેમ મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન એક એવો બનાવ બન્યો, જેણે બધા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વાસ્તવમાં મતદાન કરતા પહેલા પીએમ મોદીએ મતદાન મથકના ગેટ પર ઉભેલ એક વૃદ્ધ વ્ચક્તિના આશીર્વાદ લીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે આ વ્યક્તિ કોણ છે?

મતદાન પહેલા PM મોદીએ લીધા આશીર્વાદ

આજે સવારે જ્યારે પીએમ મોદી મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા ત્યારે મતદાન મથકના ગેટ પર એક વ્યક્તિ તેમની આતુરતાથી રાહ જોઈ રહી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સૌથી પહેલા સફેદ કુર્તા-પાયજામા અને હાફ જેકેટ પહેરેલ વ્યક્તિના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. જે બાદ પીએમ મોદી તેમની સાથે મતદાન મથકમાં ગયા અને મતદાન કર્યું. હકીકતમાં આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી હતા.

 

કોણ છે સોમાભાઈ મોદી?

મતદાન કરતા પહેલા પીએમ મોદીએ મોટાભાઈ સોમાભાઈ મોદીના આશીર્વાદ લીધા હતા. આપને જણાવી દઈએ કે, પીએમ મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે. હવે તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે અને સમાજ સેવા કરે છે.

 


 

    follow whatsapp