Lok Sabha Election 2024 Phase 3 News: રાજકોટમાં શું ક્ષત્રિયોનો બદલાયો સૂર? એક વાયરલ ચિઠીથી બદલાશે સમીકરણ

Lok Sabha Election: આજે ગુજરાતની 25 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. સુરત સીટ બિનહરિફ થતાં 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ થઈ રહ્યો છે. એવામાં આ વખતે બધાની નજર રાજકોટ બેઠક પર રહેશે જે સૌથી વધુ વિવાદિત બેઠક રહી છે.

Lok Sabha Election

ગોપનિયતાનો ભંગ

follow google news

Lok Sabha Election: આજે ગુજરાતની  25 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. સુરત સીટ બિનહરિફ થતાં 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ થઈ રહ્યો છે. એવામાં આ વખતે બધાની નજર રાજકોટ બેઠક પર રહેશે જે સૌથી વધુ વિવાદિત બેઠક રહી છે. રૂપાલાના કારણે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળ્યો અને ટિકિટ રદ્દ ન થતાં તેમણે ભાજપને મત ન આપવા અપીલ કરી હતી. એવામાં મતદાન મથકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શું તે ચિઠીથી રાજકોટ બેઠક પર સમીકરણ બદલાશે?  


શું છે સમગ્ર મામલો?

મતદાન મથકથી વાયરલ થયેલા આ વીડિયોમાં એક ક્ષત્રિય યુવાનને ભાજપના નેતાને મત આપતા હોવાનો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં એક ચિઠી સાથે છે અને તેમાં લખેલું છે કે, હું ક્ષત્રિય છું, હિન્દૂ છું, રાષ્ટ્ર પ્રેમ એ જ મારો ધર્મ છે. હિન્દૂ વિરોધીને મારો મત નહિ. જય ભવાની. ચિઠી બાજુમાં સાથે રાખી ભાજપને મત આપતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  હવે આ વીડિયોએ ગોપનિયતાનો ભંગ છે તે વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જોકે આ વાયરલ વીડિયો અંગે ગુજરાત તક કોઈ પુષ્ટિ કરતું નથી. 

ગીર સોમનાથમાં ભાજપ નેતાએ બનાવ્યો વીડિયો

ગીર સોમનાથમાં મતદાનની રીલ બનાવવાનો શોખ ભાજપના યુવા નેતાને ભારે પડી ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના યુવા ભાજપના પ્રમુખ હાર્દિકસિંહ ઝાલાએ મત આપતી વખતે વીડિયો ઉતાર્યા હતો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જે બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. 

Lok Sabha Election 2024 Phase 3: 2019 ની સરખામણીએ અત્યાર સુધીમાં મતદાનનો ટ્રેન્ડ કેવો રહ્યો

સુરેન્દ્રનગરમાં ગુપ્ત મતદાનની ગરિમા તૂટી

તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે પણ મતદાન બુથમાં મતદાન કરતો ફોટો વાયરલ કર્યો હતો. ચોટીલા ખાતે મતદાન સમયે હિતેન્દ્રસિંહ ચૌહાણ મતદાન બુથમાં મોબાઈલ લઈને ગયા હતા અને કોને મત આપી રહ્યા છે તેનો ફોટો પણ પાડ્યો હતો. જે બાદ તેઓએ આ ફોટાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ભાજપ પ્રમુખ દ્વારા મતદાનનો ફોટો પાડવામાં આવતા સુરેન્દ્રનગરમાં ગુપ્ત મતદાનની ગરિમા તૂટી છે. 

(ઈનપુટ: રોનક મજેઠીયા, રાજકોટ)
 

    follow whatsapp