Lok Sabha Election: લોકસભા ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં કોંગ્રેસે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે જેમાં રાજકોટ બેઠક પર ફાઇનલી પરેશ ધાનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ લોકસભામાં રાજકોટ બેઠક ખૂબ જ મહત્વની બની છે કારણ કે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલ નિવેદનના કારણે આખો સમાજ રોષમાં જોવા મળ્યો છે અને એક જ માંગ કરી રહ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. એવામાં હવે કોંગ્રેસે આ બેઠક પરથી પરેશ ધાનાણીના નામ પર મોહર લગાવી છે. શું વિરોધની જ્વાળા વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને લાભ મળશે કે નહીં?
રૂપાલા vs ધાનાણીનો જંગ
તો બીજી તરફ રાજકોટ બેઠક પરથી સતાવર રીતે પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ તેમણે ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે કવિતા દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પર પ્રહાર કર્યા છે. તેમણે ઉમેદવારની સાથે સરકારને પણ આડેહાથ લીધી છે.
પરેશ ધાનાણીની કવિતા રણકી
એક સાથે 9 કવિતાઓ સાથે ભાજપ અને રૂપાલા પર કર્યા પ્રહાર
"રાજકોટનુ રણમેદાન"
એક તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ને
બીજી તરફ મર્યાદા ચુકેલા શ્રી પરશોતમ,
રામરાજ્યની મર્યાદાઓનુ ઈરાદાપૂર્વક
ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓએ
હજુય હેઠા નથી મુક્યા હથિયાર,
તેથી નવીન મહાભારતના રણમેદાનમા
હુ "ગીતા જ્ઞાન"ની ફરજ નિભાવવા જ
આવ્યો છુ.
-------
""રાજકોટનુ રણમેદાન""
સતાલાલચુ શાસકોએ જ પાથરી છે
હર હમેંશ "વર્ગ વિગ્રહ"ની જાળ..,
હવે અઢારેય વર્ણની આશાઓ ઉપર
"ઉજાસનો દીપ" પ્રગટાવવા આવ્યો છુ.!
------
"રાજકોટનુ રણમેદાન""
દેશની દીકરીઓના "દામન" ને ભલે..,
શાસકો ખુદ લગાડી રહ્યા છે "દાગ"..,
હુ તો "નારી સ્વાભિમાન"નો હવે
સ્વાદ જ ચખાડવા આવ્યો છુ..!
-----
""રાજકોટનુ રણમેદાન""
રાજકોટના રણમેદાનમાં ભાજપે જ
લગાડી છે "ઘાસલેટ" થી આગ..,
હુ તો આજે "લોકશાહીના યજ્ઞ" માં
"ઘી"ની આહુતિ આપવા જ આવ્યો છુ.!
----
રાજકોટનુ રણમેદાન""
હવે રાજકોટના "સાંસદ" બનવાની
નથી આ લડાઈ..,
હુ તો જનજનના "સાથી" બનવાનો
સંકલ્પ લઈને આવ્યો છુ..!
-----
રાજકોટનુ રણમેદાન""
"વ્યક્તિની વિભિન્નતા"ને વંદન કરુ છુ
"વૈચારિક વિભિન્નતા"ને વંદન કરુ છુ.,
હુ તો તુટતી "બંધારણીય વ્યવસ્થા"ની
સુરક્ષા કાજે આવ્યો છુ..!
----
"રાજકોટનુ રણમેદાન""
આજે લોકો દ્રારા, લોકો માટે
અને લોકો વતી ચાલતી..,
લોકશાહીના "હવનમાં હાડકા" નાખનારી,
"અસુરી" શક્તિઓને નાથવા આવ્યો છુ.!
----
"રાજકોટનુ રણમેદાન""
કોઈ પણ વ્યકતિ વિરુદ્ધ
નથી રહ્યો હવે નો જંગ.,
હુ તો "સતાના અહંકાર"ને
ઓગાળવા આવ્યો છુ..!
-------
રાજકોટનુ રણમેદાન""
રાજકોટની "કમલમે કકળાટ" થી
ખૂબ જ થાકી ગયેલા "સાહેબ"ને,
હવે અમરેલી ના "પોતીકા ધરે"
હુ પાછા લેવા જ આવ્યો છુ..!