Lok Sabha Election: દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતની 26માંથી 25 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર ભાજપ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે બરાબરીનો જંગ જામ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. આ વચ્ચે પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT
મતદાન બાદ વિજય રૂપાણીનું મોટું નિવેદન
અમદાવાદના રાણીપમાં પીએમ મોદીએ મતદાન કર્યું છે. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ ખાતે મતદાન કર્યું છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વાજતે ગાજતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જ્યારે રાજકોટ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્ની અંજલીબેન રૂપાણી સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેઓ ક્ષત્રિય સમાજ અંગે મોટું નિવેદન આપ્યું હતું.
ક્ષત્રિયોની લાગણી ચોક્કસ દુભાણી હશેઃ વિજય રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 'ક્ષત્રિય સમાજ રાષ્ટ્રવાદથી ભરેલો સમાજ, પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની ચોક્કસ લાગણી દુભાણી હશે, પરંતુ ક્ષત્રિય સમાજ મત દેવા આવશે ત્યારે દેશના હિતમાં કમળનું બટન જ દબાવશે'
જુઓ વિજય રૂપાણીએ શું કહ્યું
ADVERTISEMENT