Lok Sabha Election: લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. એવામાં નવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. જેમા ગુજરાતમાં સી આર પાટીલ પછી પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે હશે તે અંગે વાતો ચાલી રહી છે. લોકસભાના પરિણામ બાદ કેન્દ્રમાં નવી સરકારની રચના કરશે જેમાં આ વખતે સી આર પાટીલ દિલ્લી દરબારમાં બેસે તેવી મોટી સંભાવના છે. તો ચાલો જાણીએ કે ગુજરાતની કમાન હવે કોણ સંભાળશે.
ADVERTISEMENT
પાટિલ પછી કોનું 'રાજ'
જો નવી લોકસભાની રચનામાં સી આર પાટીલ દિલ્લી દરબારમાં સ્થાન મળે છે તો ગુજરાતમાં તેમના સ્થાને કોણ હશે આ વાતે જોર પકડયું છે. ફરી એક વખત BJP ચોંકાવનાર ચહેરો મૂકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાય રહી છે. આ વખતે જાતીય સમીકરણના આધારે ભાજપ કોઈ OBC સમાજનો ચહેરો લાવી શકે છે. નાની જ્ઞાતિમાંથી આવતો વફાદાર નેતાને આ તાજ સોંપવામાં આવી શકે છે. જો નામની વાત કરવામાં આવે તો દેવુસિંહ ચૌહાણ અને રમીલાબેન બારાનું નામ રેસમાં ચાલી રહ્યું છે. આ બે નામ સિવાય ભાજપના કેટલા સિનિયર નેતાઓના નામ પણ ખુલી શકે છે.
શું 4 જૂન બાદ શેર બજાર તમામ રેકોર્ડ તોડશે? PM મોદીના એક નિવેદનથી રોકાણકારો મોજમાં
ગુજરાતમાં મંત્રી કોણ અને સંત્રી કોણ?
મળતી જાણકારી અનુસાર, ચૂંટણીના પરિણામ બાદ ભાજપમાં મોટા ફેરબદલ થઈ શકે છે. જો સૂત્રોનું માનવામાં આવે તો ગુજરાતમાં પરિણામ પછી ઢીલા મંત્રીઓને દૂર કરાશે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સિનિયર નેતા અર્જૂન મોઢવાડિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય સી જે ચાવડા પણ મંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યા છે. ભાજપ અન્ય નામ અને ચહેરાઓમાં ગણિત સેટ કરશે. જ્ઞાતિ ગણિત અને પરફોર્મન્સના આધારે નામ નક્કી કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT