Gujarat News 26 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
Lok Sabha Election 2024 Phase 2 Voting Live: દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ સાથે આઉટર મણિપુર લોકસભા મતવિસ્તારના બાકીના વિસ્તારોમાં પણ મતદાન થઈ રહ્યું છે. આજે કેરળની તમામ 20 બેઠકો, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8-8, મધ્યપ્રદેશની 6, આસામ અને બિહારની 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3-3, ત્રિપુરામાં 1-1 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરની બંને લોકસભા સીટો પર થઈ રહી છે.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 03:21 PM • 26 Apr 2024નિલેશ કુંભાણી સામે કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષમાંથી 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હાલ ગાયબ છે. ફૉર્મ રદ્દ થયા બાદ તે કોઈના સંપર્કમાં આવ્યા નથી. એવામાં કુંભાણી સામે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
- 11:55 AM • 26 Apr 2024ત્રિપુરા, છત્તીસગઢ, બંગાળ મતદાનમાં આગળ છે
13 રાજ્યોમાં 11 વાગ્યા સુધી ચાલી રહેલા બીજા તબક્કાના મતદાનના આંકડા સામે આવ્યા છે.
1. ત્રિપુરા- 36.42%
2. છત્તીસગઢ- 35.47%
3. મણિપુર- 33.22%
4. પશ્ચિમ બંગાળ- 31.25%
5. મધ્ય પ્રદેશ- 28.15%
6. આસામ - 27.43%
7. રાજસ્થાન- 26.84%
8. જમ્મુ અને કાશ્મીર- 26.61%
9 કેરળ- 25.61%
10. ઉત્તર પ્રદેશ- 24.31%
11. કર્ણાટક- 22.34%
12. બિહાર- 21.68%
13. મહારાષ્ટ્ર- 18.83% - 11:13 AM • 26 Apr 2024દ્રવિડ-કુંબલેએ મતદાન કર્યું
ક્રિકેટર રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેએ બેંગલુરુમાં મતદાન કર્યું હતું. તે જ સમયે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જોધપુરમાં પોતાનો મત આપ્યો છે.
- 10:24 AM • 26 Apr 2024રાજ્યોમાં અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું?
બીજા તબક્કાના મતદાનમાં 9 વાગ્યા સુધીના મતદાનના આંકડા આવી ગયા છે. અત્યાર સુધી મતદાનમાં પશ્ચિમ બંગાળ સૌથી આગળ છે. આવો તમને જણાવીએ કે અત્યાર સુધી કયા રાજ્યમાં કેટલા ટકા મતદાન થયું છે.
1. ત્રિપુરા- 16.65
2. પશ્ચિમ બંગાળ- 15.68
3. છત્તીસગઢ- 15.42
4. મણિપુર- 14.80
5. મધ્ય પ્રદેશ- 13.82
6. કેરળ- 11.90
7. રાજસ્થાન- 11.77
8. ઉત્તર પ્રદેશ- 11.67
9. કર્ણાટક- 9.21
10. જમ્મુ અને કાશ્મીર- 10.39
11. આસામ- 9.15
12. બિહાર- 9.65
13. મહારાષ્ટ્ર- 7.45 - 10:23 AM • 26 Apr 2024બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન અથડામણ
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન અથડામણનો મામલો સામે આવ્યો છે. બાલુરઘાટના એક મતદાન મથક પર પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારની સામે 'ગો બેક'ના નારા લગાવવામાં આવ્યા હતા. અહીં ટીએમસી કાર્યકર્તાઓએ સુકાંત મજુમદારનો વિરોધ કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે બીજેપી ઉમેદવારે અહીં તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સુકાંત મજુમદારનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ તેમના પોલિંગ બૂથ એજન્ટને માર માર્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓ મતદાન કેન્દ્રના 100 મીટરની અંદર તેમની વિરુદ્ધ એકઠા થયા હતા.
- 09:38 AM • 26 Apr 2024નિર્મલા સીતારમણે મતદાન કર્યું
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંગલુરુમાં મતદાન કર્યું. મતદાન કર્યા પછી તેણીએ કહ્યું, 'હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો બહાર આવે અને મતદાન કરે. મને લાગે છે કે તે સ્પષ્ટ છે કે લોકો સ્થિર સરકાર ઈચ્છે છે. તેઓ સારી નીતિઓ, પ્રગતિ અને વિકાસ ઈચ્છે છે અને તેથી જ તેઓ આ કરી રહ્યા છે.
- 09:36 AM • 26 Apr 2024બીજા તબક્કા માટે મતદાન શરૂ
14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર આજે યોજાનારી 18મી લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. કુલ 16 કરોડ મતદારો માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં 102 સીટો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને મતગણતરી બાદ આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT