Election 2024: PM મોદીએ શરૂ કર્યું નવું અભિયાન, 'મેરા ભારત, મેરા પરિવાર' નામે ટ્વિટર પર શેર કર્યું ગીત

Lok Sabha Election 2024: આજે બપોરે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત (Lok Sabha Election 2024 Date) કરવામાં આવશે. આ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. આ વખતે જીતની હેટ્રીક લગાવવા પીએમ મોદી સહિત ભાજપના તમામ નેતાઓ જોરશોરથી પ્રચારના કામોમાં લાગેલા છે, એવામાં પીએમ મોદી દ્વારા પહેલા દેસવાસીઓ માટે એક પત્ર લખવામાં આવ્યો બાદમાં એક નવું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. તેમણે એક વીડિયો શેર કરી 'મેં મોદી કા પરિવાર હૂં' નામનું ગીત રીલીઝ કર્યું અને આ અભિયાનની શરૂઆત કરી હતી. 3 મિનિટ 13 સેકન્ડના ગીતમાં મોદી સરકારની સિદ્ધિઓને બતાવવામાં આવી છે.

Lok Sabha Election 2024

મેરા ભારત, મેરા પરિવાર

follow google news

આ પણ વાંચો:- લોકશાહી પર્વની તારીખો જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ થશે શરૂ, જાણો કેટલી વસ્તુઓ પર લાગશે પ્રતિબંધ  

મેરા ભારત, મેરા પરિવાર 

પીએમ મોદીએ મેરા ભારત, મેરા પરિવાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. જેનું થીમ સોંગ આજે પીએમે પોતાના સોશ્યિલ મીડિયા ટ્વિટર 'X' પર પોસ્ટ કર્યું છે. આ વીડિયોમાં સામાન્ય માણસ, ગરીબ ખેડૂત, ઓટો ડ્રાઈવર, મહિલા સુરક્ષા, યુવા બતાવવામાં આવ્યા છે. લગભગ 3 મિનિટ 13 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.  આ સાથે મોદી સરકારની કિસાન સન્માન નિધિ યોજના, હર ઘર નળ યોજના, ઉજ્જવલા યોજના અને પીએમ આવાસ યોજના જેવી યોજનાઓને પણ બતાવવામાં આવી છે. 

પીએમ મોદીએ દેશવાસીઓને લખ્યો પત્ર 

PM Modi Letter: નવા અભિયાનની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો હતો. જેમાં પીએમ મોદી દ્વારા લખવામાં આવ્યું છે કે, મારા 140 કરોડના  પરિવારના સભ્યો સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તેમણે ટ્વિટર પર પત્રની તસવીર પણ શેર કરી હતી.

    follow whatsapp