Gujarat Lok Sabha Election Results: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સામે આવી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ભાજપ 25 બેઠકો પર લીડમાં છે અને કોંગ્રેસ 1 સીટ પર આગળ છે. આ વચ્ચે નવસારીની લોકસભા બેઠક પર ફાઈનલ પરિણામ જાહેર થતા પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ સી.આર પાટીલ સામે હાર સ્વીકારી લીધી છે. આ સાથે જ તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસે નવસારીમાં હાર સ્વીકારી
નવસારી લોકસભા બેઠક પર મતગણતરી શરૂ થયાના થોડા કલાકોમાં જ નૈષધ દેસાઈએ પોતાની હાર સ્વીકારી લીધી હતી. સવારે 11.30 વાગ્યે જ તેમણે હાર સ્વીકારી લીધી હતી. બપોરે 12.30 વાગ્યા સુધીમાં જ સી.આર પાટીલ 4,26,731 વોટથી આગળ હતા.
હાર સ્વીકારતા નૈષધ દેસાઈ શું બોલ્યા?
નવસારી લોકસભાના INDIA એલાયન્સના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ પોતાની હાર સ્વીકારતા કહ્યું કે, પાટીલ સાહેબ 15 વર્ષથી સાંસદ છે અને હજુ 5 વર્ષ સુધી સાંસદ રહેશે, અમે 35 વર્ષથી ભૂલો કરી રહ્યા છીએ, ભાજપનું શાસન છે. 35 વર્ષથી એક જ સિસ્ટમ પર તેમની માત્ર 1% કંટ્રોલ સિસ્ટમ તટસ્થ રીતે કામ કરી રહી છે, યુવાનો જૂઠાણું સમજી શકતા નથી, તેઓ વાસ્તવિકતાથી અજાણ છે, યુવાનો મતદાન કરી રહ્યા છે અને અમે તેમને આકર્ષવામાં સક્ષમ નથી. આ પણ અમારી નબળાઈ છે, 10 લાખથી વધુની લીડથી જીતવા માટે તેમણે છેલ્લા બે કલાકમાં 10 ટકા બોગસ મતદાન કરાવ્યું, જેનાથી 2 લાખની લીડ મળી શકે છે.
ADVERTISEMENT