Lok Sabha Result: ગેનીબેનને જીતાડવામાં વાવ નહીં, અસલી ખેલ ભાજપની આ બે વિધાનસભા બેઠકોમાં થયો!

Congress Geniben Thakor: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા. બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત સાથે જ ભાજપનું સતત 3 ટર્મ ગુજરાતમાં ક્લિન સ્વીપ કરવાનું સપનું રોળાઈ ગયું.

Geniben Thakor

Geniben Thakor

follow google news

Congress Geniben Thakor: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા. બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત સાથે જ ભાજપનું સતત 3 ટર્મ ગુજરાતમાં ક્લિન સ્વીપ કરવાનું સપનું રોળાઈ ગયું. જોકે ગેની બેનની આ જીતમાં બનાસકાંઠાની સાત વિધાનસભા બેઠકો પર મતદાન ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી માટે ચોંકાવનારું રહ્યું છે. 

બનાસકાંઠામાં 62 વર્ષ બાદ મહિલા સાંસદ

બનાસકાંઠાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે 31,312 વોટના અંતરથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીની જંગ બાદ ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલા સંસદ મળ્યા હતા. જોકે ગેનીબેનની જીતમાં ખાસ જોઈએ તો ભાજપ શાસિત પાલનપુર અને દીયોદર વિધાનસભા મતવિસ્તારમાંથી સૌથી મોટો ફાયદો થયો.

ભાજપની બે વિધાનસભા બેઠકો પર ગેનીબેનને વધુ વોટ

હકીકતમાં ગેનીબેન ઠાકોરને પોતાના જ વિધાનસભા વિસ્તાર વાવમાંથી 1,01,311 વોટ મળ્યા, જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 1,02,972 વોટ મળ્યા હતા. આમ પોતાના જ મતવિસ્તારમાં ગેનીબેન પાછળ રહી ગયા. પરંતુ પાલનપુરમાં તેમને 1,05,837 વોટ મળ્યા અને રેખાબેનને 76,687 વોટ મળ્યા. માત્ર પાલનપુરમાં જ ગેનીબેનને 29150 વોટની લીડ મળી. જ્યારે આવી જ રીતે દીયોદરમાં તેમને 98,195 વોટ મળ્યા અને ભાજપને 77,619 વોટ મળ્યા. અહીં પણ કોંગ્રેસને તેમને 20,576 મતનું અંતર છે. જ્યારે કોંગ્રેસ શાસિત દાંતાની વિધાનસભા બેઠક પર 11 હજાર વોટનું અંતર છે.

પાલનપુર-દીયોદરમાં ભાજપથી શું ભૂલ થઈ?

અહીં ખાસ બાબત એ છે કે પાલનપુર અને દીયોદર વિધાનસભામાં ભાજપની સત્તા છે. જોકે આ જ બે સીટો પરથી ગેનીબેન ઠાકોરને મોટી સંખ્યામાં વોટ મળ્યા છે, જેણે રેખાબેન ચૌધરીની લીડને કાપી નાખી. ત્યારે સવાલ એ થાય છે કે ભાજપથી એવી ક્યાં ભૂલ થઈ ગઈ કે પોતાના જ ગઢમાં તેણે હારનો સ્વાદ ચાખવો પડ્યો?

રાજકીટ અટકળો મુજબ, દીયોદરમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ઠાકોરને પાર્ટી દ્વારા જ સાઈડલાઈન કરવામાં આવી રહ્યા હતા. એવામાં ચૂંટણીમાં તેમની નિષ્ક્રિયતા ભાજપને નડી ગઈ? બીજી ચર્ચા એવી પણ છે કે દીયોદરમાં ઠાકોર સમાજના મતો વધારે છે. વિધાનસભામાં ભાજપે કેશાજી ચૌહાણને અને કોંગ્રેસ શિવાભાઈ ભુરિયાને ટિકિટ આપી હતી. જોકે લોકસભા ચૂંટણીમાં ઠાકોર સમાજના ગેનીબેનને કોંગ્રેસે ટિકિટ આપતા ઠાકોર સમાજના મતો તેમના તરફેણમાં પડ્યા હોય. પાલનપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ક્રોસ વોટિંગ બાદ 2022માં ભાજપમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસ નેતાના ભાજપમાં આવવાથી પાર્ટીના જ સ્થાનિક સ્તરે નારાજગી ભાજપને નડી ગઈ હોય એવી પણ શક્યતા છે. 

    follow whatsapp