Rajkot News: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે શુક્રવારે રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલયથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે જાહેરાત કરી હતી કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને પરષોત્તમ રૂપાલાને માફી આપી છે. જોકે હવે આ મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં જ બે ફાંટા પડી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મોંઘવારીમાં રાહત, માર્ચમાં ફુગાવો 10 મહિનામાં સૌથી નીચો, જાણો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ
કાઠી ક્ષત્રિય સમાજના યુવાનોએ શું કહ્યું?
રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો હજુ પણ પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે નમતું જોખવા કે માફી આપવા તૈયાર નથી. ભરતભાઈ વાળાએ કહ્યું- આ બાબતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કેમ કે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું એક નાનકડું જ સંગઠન હતું અને એમના જે હોદ્દેદારો હતા, જે ભાજપના જ પ્રેરિત છે ક્યાંકને ક્યાંક અને કોઈ ભાજપમાં જોડાવવા માંગે છે એમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કેનેડામાં રસ્તો ક્રોસ કરતા ટ્રકની અડફેટે ગુજરાતી વિદ્યાર્થીનું મોત, 9 મહિના પહેલા અભ્યાસ માટે ગયો હતો
'અમે માફી આપવાના જરા પણ મૂડમાં નથી'
અમારો સંપૂર્ણ સમાજ એટલે કે કાઠી ક્ષત્રિય સમાજ સંપૂર્ણ રીતે આ વાતને નકારે છે. અમે ક્ષત્રિયો હંમેશા બધી વાતમાં માફી આપતા આવ્યા છીએ પરંતુ જ્યારે બહેનો-દીકરીઓની વાત આવે, ક્ષત્રિયોની અસ્મિતાની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. માફી આપવાના જરા પણ મૂડમાં નથી. કોઈપણ સંજોગોમાં રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ.
(ઈનપુટ: રોનક મજિઠિયા, રાજકોટ)
ADVERTISEMENT