Lok Sabha Election: લોકસભા ચૂંટણી પહેલા પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજનો રોષ હજુ શાંત થયો નથી, ત્યાં ભાજપના વધુ એક નેતાએ રાજાઓ અને તેમની પટરાણીઓ પર ટિપ્પણી કરીને બળતામાં ઘી હોમ્યું છે. એક વિવાદ શમ્યો નથી એવામાં વધુ એક નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ક્ષત્રિય સમાજમાં ફરી રોષ જોવા મળ્યો છે અને ચૂંટણીમાં આની અસર ભાજપને થશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Lok Sabha Elections: મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ ધુણતા-ધુણતા કરી મોટી ભવિષ્યવાણી
જૂનાગઢમાં ભાજપ નેતાનું વિવાદિત નિવેદન
હકીકતમાં જૂનાગઢથી ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, 'હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય પણ તેના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે.' વિવાદ વધતા કિરીટ પટેલે આ નિવેદન અંગે માફી માગી લીધી છે. પરંતુ ક્ષત્રિય સમાજમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ભાજપના ભાયાણીએ રાહુલ ગાંધી માટે કહ્યા અપશબ્દ, બફાટ બાદ બોલ્યા-'વાણીની સ્વતંત્રતા છે'
કરણી સેનાએ શું ચીમકી ઉચ્ચારી?
જૂનાગઢ શહેર રાજપૂત કરણી સેનાના મયુરધ્વજસિંહ રાણાએ જણાવ્યું કે, ભાજપના અલગ-અલગ ઉમેદવારો, નેતાઓ રાજપૂત સમાજ વિરુદ્ધ મનફાવે તેવો બફાટ કરે છે. 22 માર્ચે પરષોત્તમ રૂપાલા રાજપૂત સમાજ વિરુદ્ધ બોલ્યા હતા. ત્યારબાદ ભાજપના વરિષ્ઠ નેતા પણ બોલ્યા હતા કે રાજપૂત સમાજના 2-5 લાખ વોટથી કંઈ ફરત પડતો નથી. ત્યાર બાદ જૂનાગઢમાં કિરીટ પટેલે પણ એક નિવેદન આપ્યું. શું કહેવા માંગે છે ભાજપ? એક સમાજની આટલી બધી અવગણના. રાજપૂતોએ લોકશાહી માટે રજવાડાઓ આપી દીધા. આ નેતાઓ લોકશાહી કરશે? આ સમાજનું સન્માન તો નથી કરતા પણ આટલી અવગણના, આટલી હદે અપમાન. આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સુરતની સીટ તો ગમે તેમ પડાવી લીધી. બાકીની 25 સીટો પર અમારા માટે પરષોત્તમ રૂપાલા અને કિરીટ પટેલ છે. લોકશાહી ઢબે જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભાજપ વિરુદ્ધ તન, મન, ધનથી મતદાન કરાવવામાં આવશે.
ADVERTISEMENT